Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરિયાણાઃ કોંગ્રેસના મોમાંથી કોળિયો છીનવી લીધો, જાણો અંતિમ સમયે ભાજપે કઈ રીતે પલટાવ્યું પાસું

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામ ગતરોજ 8 ઓક્ટોબર 2024ના રોજ જાહેર થયાં. અંત સમય સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટાની ટક્કર રહી હતી પરંતુ આખરે ભાજપે કોંગ્રેસના મોમાંથી કોળિયો છીનવી લીધો અને હરિયાણામાં સામાન્ય બહુમતીથી જીત હાંસલ કરી.

Haryana

ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 0.85% મતનો તફાવત હતો. હરિયાણામાં ભાજપને કૂલ 39.94% મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસને 30.09% મત મળ્યાં છે. ભાજપે 48 સીટ જીતી છે જ્યારે કોંગ્રેસ માત્ર 37 સીટ જ જીતી શકી.

લોકસભા ચૂંટણીમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં ઝાટકો લાગ્યો હતો, તે પછી પાર્ટીએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને તેનું પરિણામ ચૂંટણી રિઝલ્ટમાં સ્પષ્ટ જોવા મળ્યુ્ં. ભાજપ હરિયાણામાં 10 વર્ષથી સત્તામાં છે, તમામ રાજનૈતિક વિશ્લેષકો માનતા હતા કે સત્તા વિરોધી લહેરને કારણે ભાજપ હારી જશે, પરંતુ આ તમામ અંદાજાઓ અને અટકળોને મિથ્યા ગણાવી ભાજપે 90માંથી 48 સીટ પર જીત હાંસલ લીધી છે અને સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં ભાજપની સહયોગી પાર્ટી જનનાયક જનતા પાર્ટીએ ભાજપને આપેલો ટેકો ખેંચી લીધો હતો અને એનડીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભાજપનું મોવડી મંડળ આવા ઝાટકાઓ સામે ઝૂકવા માટે તૈયાર નહોતું. પાર્ટીએ માર્ચ 2024માં જ હરિયાણાના મુખ્યમંત્રી બદલી નાખ્યા અને મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને રાજ્યની ગાદી સોંપી હતી.

વિવિધ જાતિઓની ફરિયાદોનું સમાધાન કર્યું

વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ બદલવાની સાથે પાર્ટીએ એવા ઘણા પગલા લીધા જે પાર્ટીના હિતમાં હતા. પાર્ટીએ અહીં સત્તા વિરોધી લહેરને સંપૂર્ણપણે રોકવામાં સફળતા મેળવી અને રાજ્યમાં વિવિધ જાતિઓની ફરિયાદોને ઉકેલવા માટે પણ કામ કર્યું.

ખટ્ટરને પ્રચારથી દૂર રાખ્યા

ભાજપના એક શીર્ષ નેતાએ જણાવ્યા મુજબ પાર્ટીએ રાજ્યમાં મનોહર લાલ ખટ્ટર પ્રત્યે લોકોની નારાજગીને પણ મેનેજ કરવામાં સફળતા મેળવી હતી. ખટ્ટરને મોટાભાગના ચૂંટણી પ્રચારમાંથી દૂર જ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સૈનીને પાર્ટીના નેતા તરીકે આગળ ધપાવવામાં આવ્યા.

અમિત શાહે મોર્ચો સંભાળ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ રાજ્યની રણનીતિ ઘડી અને ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં હરિયાણામાં રણનીતિ આગળ વધારી. ચૂંટણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે સૈની જ અહીં નેતા હશે. એવામાં એ તમામ અટકળોને વિરામ લગાવી દીધી, જેમાં કહેવાઈ રહ્યું હતું કે સૈની પ્રૉક્સી છે અને તે ખટ્ટર માટે પડદા પાછળથી કામ કરી રહ્યા છે. ચૂંટણી પછી ફરી એકવાર ખટ્ટરની વાપસી થઈ શકે છે, આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો.

જાતિઓનું સોશિયલ એન્જીનિયરિંગ

આ સ્થિતિનો સામનો કરવા માટે ભાજપે વિવિધ સમુદાયોના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. પાર્ટીએ 21 ઓબીસી જેમાં સૈની, આહિર, ગુર્જર અને કુમ્હાર સમુદાય સામેલ છે, તેમના ઉમેદવારોને ટિકિટ આપી.

17 શેડ્યૂઅલ કાસ્ટ, 12 બ્રાહ્મણ અને પંજાબી, પાંચ વાણીયા, ત્રણ રાજપૂત અને એક જાટ સિખને મેદાનમાં ઉતાર્યા. એટલું જ નહીં પાર્ટીએ 16 જાટ ઉમેદવારોને પણ ટિકિટ આપી.

હરિયાણામાં ભાજપનું આ સોશિયલ એન્જીનિયરિંગ કામ કરી ગયું. પાર્ટીએ એક તરફ જ્યાં બિન જાટ વોટર્સને સાધવાની કોશિશ કરી તો બીજી તરફ જાટ પ્રભુત્વ વાળા ક્ષેત્રોમાં પણ સારું પ્રદર્શન કર્યું. જાટ વોટમાં ભંગાણથી ભાજપને ફાયદો થયો.

આરક્ષણ કામ કરી ગયું

સાર્વજનિક રોજગારમાં આરક્ષણ માટે ઉપ-વર્ગીકરણનો પ્રસ્તાવ આપી અનુસૂચિત જાતિઓને સંબોધિત કરવાની ભાજપની સૂક્ષ્મ રણનીતિ પણ મતદાતાઓ વચ્ચે સારી રીતે ગૂંજતી જોવા મળી, જેનાથી 2019ની ઉપલબ્ધિઓથી એસસી આરક્ષિત સીટો પર પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આંતરિક સંઘર્ષો અને રણનૈતિક ભૂલેથી ઝૂઝતી રહી, જેને કારણે જાટના ગઢમાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેની હાર થઇ. આ ઉપરાંત જનનાયક જનતા પાર્ટી અને ઈન્ડિયન નેશનલ લોકદળને પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X