આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડીએ આપ્યું રાજીનામું

Posted By:
Subscribe to Oneindia News

હૈદ્વાબાદ, 19 ફેબ્રુઆરી: અલગ તેલંગાણા રાજ્યના વિરૂદ્ધમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે રાજીનામું આપી દિધું છે. કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટી સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે. આ ઉપરાંત મંત્રી ડી પુરંદેશ્વરીએ પણ રાજીનામું આપી દિધું છે.

કિરણ કુમાર એ વાતથી નારાજ છે કે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે અને કેન્દ્ર તેને રાજ્ય સભામાં પણ પાસ કરાવવા માટે ઇચ્છુક છે. જો કે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે તે કોંગ્રેસ સાથે સંબંધ તોડશે કે નહી.

તેમના નજીક સૂત્રોના જણાવ્યા અનુસાર તે રાજ્યના વિભાજન અને આ પ્રક્રિયાને લઇને કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલા 'અલોકતાંત્રિક' પદ્ધતિ વિરૂદ્ધ કાયદાકીય લડાઇ શરૂ કરી શકે છે. એવામાં એમ પણ કહેવામાં આવે છે કે કિરણ રેડ્ડી મુદ્દો શાંત પડે ત્યાં સુધી થોડા વર્ષો માટે સક્રિય રાજકારણથી દૂર થઇ શકે છે અને ત્યારબાદ તે ભવિષ્યની પોતાની રણનિતી બનાવશે.

kiran-reddy

અત્રે ઉલ્લેખનીય છે કે ભારે હોબાળા અને ટેલીવિઝન પર કાર્યવાહીનું સીધું પ્રસારણ ન હોવાના દરમિયાન લોકસભાએ મંગળવારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ ધ્વનિમત સાથે પાસ કરી દિધું છે. બિલ પાસ થયા બાદ જ્યાં તેલંગાણામાં ખુશીની લહેર ઉઠી હતી, તો બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં વિરોધ શરૂ થઇ ગયો છે. તેલંગાણા દેશનું 29મું રાજ્ય હશે અને આ પ્રકારે તેલૂગૂભાષી લોકો માટે હવે રાજ્ય થઇ જશે. એવામાં હૈદ્વાબાદ સહિત 10 જિલ્લા હશે. તેલંગાણાના અલગ થયા બાદ હવે આંધ્ર પ્રદેશમાં 13 જિલ્લા રહેશે. 10 વર્ષ સુધી બંને રાજ્યોની રાજધાની હૈદ્વાબાદ રહી શકે છે.

1.14 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ અને 3.52 કરોડની વસ્તીવાળા તેલંગાણા રાજ્ય બન્યા બાદ વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું 12મું સૌથી મોટું રાજ્ય હશે. લોકસભામા6 બિલ પર મત વિભાજન દરમિયાન તેલંગાણાનો વિરોધ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાંસદો અને કેટલાક વિપક્ષીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમછતાં સદનમાં આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ ધ્વનિમતથી પસાર થઇ ગયું.

English summary
Andhra Pradesh chief minister N Kiran Kumar Reddy on Wednesday said that he is going to step down from his post and quit Congress to protest the UPA government's decision to bifurcate the state and create India's 29th state Telanagna.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.