For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રબાબુ નાયડુએ જશોદાબેનનું નામ લઈને પીએમ મોદી પર કર્યો વ્યક્તિગત હુમલો

વિજયવાડામાં એક જનરેલીને સંબોધિત કરતા ચંદ્રબાબુ નાયડુએ મોદીના પત્નીનો ઉલ્લેખ કરી દીધો.

|
Google Oneindia Gujarati News

દેશ લોકસભા ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે અને નેતાઓના ભાષણ હવે રાજકારણથી લઈને વ્યક્તિગત થઈ રહ્યા છે. આંધ્રપ્રદેશના ગુંટૂરમાં રવિવારે પહેલા પ્રધાનમંત્રી મોદીએ એન ચંદ્રબાબુ નાયડુ પર વ્યક્તિગત ટિપ્પણી કરીને તેમને 'લોકેશના પિતા' નામથી સંબોધિત કર્યા ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ એ જ અંદાજમાં હુમલો કરી દીધો. વિજયવાડામાં એક જનરેલીને સંબોધિત કરતા ચંદ્રબાબુ નાયડુએ મોદીના પત્નીનો ઉલ્લેખ કરી દીધો. તેમણે પોતાના ભાષણમાં મોદીના પત્ની જશોદાબેનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જો પીએમ વ્યક્તિગત હુમલા કરશે તો તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

મોદીનો કોઈ પરિવાર નથી, તે તેને નહિ સમજી શકે

મોદીનો કોઈ પરિવાર નથી, તે તેને નહિ સમજી શકે

પીએમ મોદી પર હુમલો કહતા આંધ્રપ્રદેશના સીએમે કહ્યુ, ‘તે ત્રણ તલાક બિલ લાવીને તલાકશુદા મુસ્લિમ મહિલાઓની મદદની વાત કરે છે પરંતુ તેમને તેમની પત્ની જશોદાબેન વિશે કોઈ સવાલ પૂછે તો કંઈ જવાબ નથી આપી શકતા.' નાયડુએ કહ્યુ કે તે વ્યક્તિગત ટીપ્પણી નથી કરવા ઈચ્છતા પરંતુ મોદીએ તેમને આમ કરવા માટે મજબૂર કરી દીધા છે. પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુ પર પબ્લિક ફંડિંગમાંથી પોલિટિકલ કેમ્પેઈન ચલાવવાનો આરોપ લગાવ્યો જેને મુખ્યમંત્રીએ ફગાવી દીધો.

નાયડુએ કહ્યુ, ‘હા, મને લોકેશના પિતા હોવા પર ગર્વ છે. મે હંમેશા મારા પરિવારના આદર્શોને આગળ વધાર્યા છે પરંતુ મોદીનો કોઈ પરિવાર નથી, તે તેને નહિ સમજી શકે.' તમને જણાવી દઈએ કે ગુંટૂરમાં પીએમે કહ્યુ હતુ કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) માં મુખ્યમંત્રીએ માત્ર પોતાના પુત્ર નારા લોકેશને જ પ્રમોટ કર્યો છે. પીએમ પર વ્યક્તિગત હુમલા કરતા આંધ્રપ્રદેશના સીએમે આગળ કહ્યુ, ‘તમે (મોદી) તો પોતાની પત્નીને છોડી દીધી છે. શું પરિવાર નામની વ્યવસ્થા પ્રત્યે તમારા મનમાં કોઈ સમ્માન છે? પ્રધાનમંત્રીનો ના તો કોઈ પરિવાર છે અને ના કોઈ પુત્ર પરંતુ હું (નાયડુ) પોતાના પરિવારને પ્રેમ કરુ છુ અને તેમનુ સમ્માન કરુ છુ.'

ચંદ્રબાબુ નાયડુ પર ખૂબ કર્યા હુમલા

ચંદ્રબાબુ નાયડુ પર ખૂબ કર્યા હુમલા

ટીડીપી સાથે ગઠબંધન તૂટ્યા બાદ મોદી પહેલી વાર આંધ્રપ્રદેશના પ્રવાસે હતા જ્યાં તેમણે ચંદ્રબાબુ નાયડુ પર ખૂબ હુમલા કર્યા. પીએમે કહ્યુ, ‘તે (ચંદ્રબાબુ નાયડુ) કેમ હંમેશા કહે છે કે તે મારાથી સીનિયર છે. હા, તમે સીનિયર છો નવા નવા પક્ષો સાથે ગઠબંધન કરવામાં. તમે સીનિયર છો પોતાના સસરા (એનટી રામારાવ) ની પીઠમાં છૂરો ઘોંપવામાં. તમે સીનિયર છો એક ચૂંટણી પછી બીજી ચૂંટણી હારવામાં. હું તો તેમાં સીનિયર જ નથી.'

એક કરોડ સુધીના કપડા પહેરે છે મોદી

એક કરોડ સુધીના કપડા પહેરે છે મોદી

આંધ્રપ્રદેશના સીએમે મોદીના મોંઘા કપડા પર પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે તે એક કરોડ સુધીના કપડા પહેરે છે. નાયડુએ કહ્યુ, ‘ગાંધીજી સાધારણ વ્યક્તિ હતા. હું પણ છેલ્લા 40 વર્ષોથી એક જ પ્રકારના કપડા પહેરી રહ્યો છુ.' તમને જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારે રવિવારે આંધ્ર પ્રદેશ પહોંચ્યા તો લેફ્ટ, કોંગ્રેસ અને રાજ્યની ટીડીપી પાર્ટીના કાર્યકર્તાઓએ ‘મોદી ક્યારેય નહિ અને મોદી પાછા જાઓ' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન મોદીના કાફલાને કાળા વાવટા પણ બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં આજે કરશે રોડ શો, સ્વાગતની જબરદસ્ત તૈયારીઆ પણ વાંચોઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં આજે કરશે રોડ શો, સ્વાગતની જબરદસ્ત તૈયારી

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu personal attacks on PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X