કોંગ્રેસમાં સામેલ થયા CM જગન રેડ્ડીના બહેન YS શર્મિલા, આંધ્ર પ્રદેશમાં મળી શકે છે મોટી જવાબદારી
YS Sharmila News: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆર તેલંગાણા પાર્ટી (વાયએસઆરટીપી)ના વડા વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ સાથે YSRTP પાર્ટી પણ કોંગ્રેસમાં ભળી ગઈ છે.
દિલ્હીમાં વાયએસ શર્મિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. શર્મિલા બુધવારે રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આંધ્રપ્રદેશમાં વાયએસ શર્મિલાને મોટી જવાબદારી આપી શકે છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ વાયએસ શર્મિલાએ કહ્યું, "આજે હું વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં વિલય કરીને ખૂબ જ ખુશ છું. મને ખૂબ જ ખુશી છે કે વાયઆરએસ તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે.
વાયએસ શર્મિલાએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટી હજુ પણ આપણા દેશની સૌથી મોટી સેક્યુલર પાર્ટી છે અને તેણે હંમેશા ભારતની સાચી સંસ્કૃતિને સમર્થન આપ્યું છે અને આપણા રાષ્ટ્રનો પાયો નાખ્યો છે."
વાયએસ શર્મિલા આ પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમના ભાઈ જગન મોહન રેડ્ડી સાથે તેમના રાજકીય મતભેદ છે. કોંગ્રેસમાં જોડાતા પહેલા પણ વાયએસ શર્મિલાએ અનેકવાર આના સંકેત આપ્યા હતા.
મંગળવારે હૈદરાબાદમાં તેમની પાર્ટીની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, શર્મિલાએ કહ્યું હતું કે તે અને અન્ય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના ટોચના કોંગ્રેસ નેતૃત્વને મળશે અને દિલ્હીમાં જરુરી ઘોષણા કરશે.
#WATCH | YSRTP chief & Andhra Pradesh CM's sister YS Sharmila joins Congress, in the presence of party president Mallikarjun Kharge and Rahul Gandhi, in Delhi pic.twitter.com/SrAr4TIZTC
— ANI (@ANI) January 4, 2024












Click it and Unblock the Notifications
