કેજરીવાલને અણ્ણાની સલાહ, એક સમયે એક જ મુદ્દો ઉઠાવે

રાજનેતાઓ અને રાજકીય હસ્તીઓ પર અરવિંદ કેજરીવાલે હુમલાઓ કરતા નારાજ જણાયેલા અણ્ણા હજારેએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમના માટે એ સારું રહેશે કે તે એક સમય પર એક જ મુદ્દો ઉઠાવે. તેટલું જ નહીં અણ્ણાએ કેજરીવાલને એવી સલાહ પણ આપી છે કે જે મુદ્દો ઉઠાવે તેને સમાધાન સુધી લઇ જાય અને ત્યાર બાદ બીજા મુદ્દા અંગે વિચારે. અણ્ણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક સાથે ઘણા મુદ્દાઓ ઉઠાવવાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થશે અને સમાધાન સુધી પહોંચવું અઘરું થઇ જશે.
બીજી તરફ કિરણ બેદીએ શનિવારે કહ્યું કે અણ્ણા પોતાની નવી કોર કમિટીમાં એવા લોકોને રાખવા ઇચ્છે છે કે સ્વભાવથી પક્ષપાતી ના હોય અને સુધારા માટે સંપૂર્ણ લગનથી કામ કરી શકે. જનરલ સિંહ ઉપરાંત અણ્ણાની નવી ટીમનો હિસ્સો બનવા માટે જે લોકોએ સંપર્ક સાધ્યો છે, તેમાં પીવી રાજગોપાલ, રાજેન્દ્ર સિંહ, પૂર્વ આઇપીએસ અધિકારી પ્રકાશ સિંહ અને મીડિયા જગત સાથે જોડાયેલા મિનહાસ મર્ચન્ટ તથા પૂર્વ સરકારી અધિકારી ભૂરે લાલ પણ છે.












Click it and Unblock the Notifications
