અણ્ણા નવી ટીમની જાહેરાત કરે તેવી શક્યતા, રણનીતિનો ખુલાસો કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારેએ પોતાની ટીમના ભાગલા પાડી ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ સાથેનો નાતો તોડી નાખ્યો હતો.
અણ્ણા હઝારેની સાથે સાથે કિરણ બેદીએ પણ અરવિંદ કેજરીવાલ સાથે નાતો તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. અણ્ણા હઝારેએ પોતાની પાર્ટીની જાહેરાત કરતાં પહેલાં આમીર ખાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આમીર ખાન અત્યારે હજ યાત્રા પર છે અને તેમના પાછા ફર્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે તે અણ્ણાની ટીમમાં જોડાશે કે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે આમીર ખાને વડાપ્રધાનને પત્ર લખીને ભષ્ટ્રાચાર વિરોધી મજબૂત સિસ્ટમ ઉભી કરવાની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે આમિર ખાને આ પહેલાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેને સમર્થન આપવાની કરી હતી. પોતાની ટીમને અંતિમ રૂપ આપવા માટે અણ્ણાએ કેટલાક પૂર્વ અધિકારીઓ, પૂર્વ સરકારી કર્મચારીઓ અને પૂર્વ સૈનિકો સાથે વાત કરી છે. કહેવામાં આવે છે કે અણ્ણા જાન્યુઆરીમાં પટનાથી ભષ્ટ્રાચાર વિરૂદ્ધ નવી ઝુંબેશ શરૂ કરશે.












Click it and Unblock the Notifications
