કેજરીવાલ પર લગાવેલા આરોપ ખોટા: અણ્ણા હઝારે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ પર તેમને મારવાના લાગેલા આરોપને બકવાસ ગણાવ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે લોકોએ આ અફવાહ ફેલાવી છે તેમની પાસે કોઇ પૂરાવા નથી. જોકે અણ્ણા હઝારેએ સ્વામી અગ્નિવેશનું નામ લીધા વગર જ આરોપોને રદિયો આપી દીધો હતો.
અણ્ણા બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ચૂંટણી સભા કરશે. તેમણે કહ્યું કે લાગતું નથી કે સરકાર મજબૂત લોકપાલ બિલ લાવી શકશે. અણ્ણા હજારેએ એ પણ જણાવ્યું કે મને જીવ જવાની બીક નથી. જો સરકાર લોકપાલ બિલ નહી લાવી તો હું આવનાર સરકારના કાર્યકાળમાં પણ મજબૂત લોકપાલ માટે આમરણ અનશન કરીશ.

આ પહેલા અગ્નિવેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?












Click it and Unblock the Notifications
