14 ઓક્ટોબરે 'વલયાકાર સૂર્યગ્રહણ', જાણો ભારતમાં દેખાશે કે નહિ
Annual Solar Eclipse 2023: વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવાનું છે. જાણો કેવા પ્રકારનું સૂર્યગ્રહણ હશે અને કેવું દેખાશે.
જેને ઘણીવાર 'રિંગ ઑફ ફાયર' કહેવામાં આવે છે. તે અમેરિકાના મોટાભાગના ભાગોમાં દેખાશે. 2012 પછી પહેલીવાર તે શનિવારે અમેરિકામાં જોવા મળશે.

આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ફરે છે. આંશિક રીતે સૂર્યને છુપાવે છે, જેના કારણે એક તેજસ્વી રિંગ બને છે. આ ગ્રહણને 'રિંગ ઑફ ફાયર' પણ કહેવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને જોવા માટે રચાયેલ વિશેષ આઈ પ્રોટેક્શન વિના સૂર્યને સીધો જોવો ક્યારેય સુરક્ષિત નથી.
વલયાકાર સૂર્યગ્રહણ ઓરેગોન કોસ્ટથી ટેક્સાસ ગલ્ફ કોસ્ટ સુધી વિસ્તરશે. નાસા અનુસાર, જો હવામાન સારું રહેશે તો આ વલયાકાર સૂર્યગ્રહણ ઓરેગોન, નેવાડા, ઉટાહ, ન્યૂ મેક્સિકો અને ટેક્સાસ તેમજ કેલિફોર્નિયા, ઇડાહો, કોલોરાડો અને એરિઝોનાના ભાગોમાંથી જોઈ શકાશે. આ પછી તે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાંથી જોઈ શકાય છે.
ગ્રેટ અમેરિકન એક્લિપ્સ વેબસાઈટ અનુસાર, આ સૂર્યગ્રહણ એટલાન્ટિક મહાસાગર પર લાગશે. આ સૂર્યગ્રહણનો સરેરાશ સમય અમેરિકામાં 4થી 5 મિનિટની વચ્ચે રહેશે.
રિંગ ઑફ ફાયર એટલે કે વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાંથી જોવા નહીં મળે. નાસાની પ્રસારણ ચેનલ પર ભારત અને અન્ય દેશોના લોકો ઘરે બેઠા આ સૂર્યગ્રહણ જોઈ શકશે. દર્શકો 14 ઓક્ટોબરે સાંજે 4:30 વાગ્યાથી આ સૂર્યગ્રહણ ઑનલાઈન જોઈ શકશે.












Click it and Unblock the Notifications
