For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પોલીસ લાઠીચાર્જ બાદ હવે પત્થરમારાનો વીડિયો સામે આવ્યો

Video: પોલીસ લાઠીચાર્જ બાદ હવે પત્થરમારાનો વીડિયો સામે આવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જામિલા મિલ્લિયા ઈસ્લામિયામાં પાછલી 15 ડિસેમ્બરે થયેલ બર્બરતા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યા બાદ તે ઘટના સાથે જોડાયેલો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં જ્યાં પોલીસ લાઈબ્રેરીમાં ઘુસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતી દેખાતી હતી. હવે નવા વીડિયોમાં એક યુવક હાથમાં પત્થર લઈ ગાઈબ્રેરીમાં ઘુસતો જોવા મળી રહ્યો છે. પોલીસે લાઈબ્રેરીમાં કરેલ લાઠીચાર્જ પહેલાનો આ વીડિયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

હાથમાં પત્થરો લઈ લાઈબ્રેરીમાં ઘૂસ્યા

હાથમાં પત્થરો લઈ લાઈબ્રેરીમાં ઘૂસ્યા

દિલ્હી પોલીસે દાવો કર્યો કે, વીડિયોમાં જે શખ્સ હાથમાં પત્થર લઈ લાઈબ્રેરીમાં ઘુસી રહ્યો છે, તે દંગાના આરોપીઓ છે. 15 ડિસેમ્બરે પોલીસ કાર્યવાહી દરમિયાન બચવા માટે લાઈબ્રેરીમાં ઘુસી આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જામિયા પુસ્તકાલયમાં કેટલાક વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. ્યારે લાઈબ્રેરીની અંદર કેટલાક લોકો ઘૂસી આવે છે. જેમણે પોતાના મોઢાને ઢાંકી રાખ્યું છે. આ લોકોના હાથમાં પત્થર જેવી વસ્તુઓ છે. કેટલાય લોકો લાઈબ્રેરીમાં અંદર ગયા બાદ તેઓ એક મેજ ખેંચે છે અને દરવાજો બંધ કરી દે છે.

પથ્થરબાજો લાઈબ્રેરીમા ઘૂસી ગયા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે જામિયા હિંસા દરમિયાન વિશ્વવિદ્યાલયની બહાર કેટલાક વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. પોલીસ આ લોકોનો પતો લગાવવાની કોશિશ કરી રહી હતી. સૂત્રોએ કહ્યું કે કાર્યવાહી દરમિયાન ંગાઈ લાઈબ્રેરીમાં ઘૂસ્યા હતા. જેમનો પીછો કરતાં પોલીસ અંદર ચાલી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ તેમનો પીછો કરતાં પાછળના ગેટથી યૂનિવર્સિટીમાં દાખલ થઈ અને તેમના પર લાઠીચાર્જ કર્યો.

સીસીટીવીની તપાસ કરી રહી છે SIT

સીસીટીવીની તપાસ કરી રહી છે SIT

સૂત્રોનુ કહેવું છે કે જે 29 સેકન્ડના સીસીટીવી ફુટેજ વાયરલ કરવામાં આવ્યા છે તેમાં છેડછાડ થઈ હોવાની સંભાવના છે. જ્યારે એસઆઈટી સીસીટીવીની તપાસ કરી રહી છે. જ્યારે આ વીડિયો પહેલા જામિયા કૉર્ડિનેશન કમિટીએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં સુરક્ષાબળ લાઈબ્રેરીમાં હાજર વિદ્યાર્થીઓ પર ડંડા વરસાવતા જોવા મળ્યા. કમિટીએ દાવો કર્યો કે 15 ડિસેમ્બરે જ્યારે નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ આંદોલન થયું તો તે દરમિયાન પોલીસે જામિયાની અંદર બણી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

Nirbhaya Case: દોષિતોની ફાંસી પર આજે સુનાવણી, કોર્ટ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકેNirbhaya Case: દોષિતોની ફાંસી પર આજે સુનાવણી, કોર્ટ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે

English summary
another cctv footage of jamia violence came in light
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X