વધુ એક વાવાઝોડાનો ખતરો, 13-14 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના

પુરો ઉનાળો કમોસમી વરસાદ અને ભારે પવનોનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 12 જૂનથી 14 જૂન સુધીમાં રાજ્યમાં વાવાઝોડાની સંભાવના છે.

ચોમાસુ શરૂ થવામાં છે અને હજુ કેરળના દરિયાકાંઠે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી નથી થઈ ત્યારે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઈ રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે.

cyclonic threat

વાવાઝોડાની વાત કરીએ તો 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. હાલની આગાહી પ્રમાણે આ વાવાઝોડુ શરૂઆતમાં મુંબઈ અને રત્નાગીરી તરફના કાંઠા તરફ આગળ વધશે. આ વાવાઝોડાને કારણે દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે

હવામાન વિભાગ તરફથી હજુ સ્પષ્ટ માહિતી વાવાઝોડુ સર્જાઈ ગયા પછી સામે આવશે. અત્યારની આગાહી અનુસાર, 13 જૂન આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીકથી પસાર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.

વાવાઝોડાને કારણે 12 જૂનથી જ ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહશે. આ સિવાય અન્ય એક સારા સમાચાર એ છે કે જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X