For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઢેરા વધુ એક આરોપ, જમીન લઇને બનાવાયો MLA

By Super
|
Google Oneindia Gujarati News

robert vadra
નવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર વધુ એક આરોપ લગાવવામાં આવ્યો છે. ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ આરોપ મુક્યો છે કે વાઢેરાએ ગુડગાંવની નજીક આવેલા મેવાતમાં પોતાની શક્તિનો ઉપયોગ કરીને કરોડોની જમીન પાણીના ભાવે ખરીદી છે. જમીન ખરીદ્યા પછી વાઢેરાએ સારા એવા નફા સાથે આ જમીન વેંચી દીધી અને બાદમાં વાઢેરાએ જેની પાસેથી આ જમની ખરીદી હતી તે જમીન માલીક કોંગ્રેસની ટીકિટ પર ધારાસભ્ય બની ગયો.

ચૌટાલાએ જણાવ્યું છે કે, વાઢેરા 2009માં પોતાની શક્તિનો ઉપયોગ કરીને મેવાતમાં 28 એકર જમીન માત્ર 71 લાખમાં ખરીદી અને તેને બે વર્ષ બાદ 2 કરોડ 15 લાખમાં વેંચી દીધી હતી.

સૌથી રસપ્રદ વાત એ છે કે 2009 હરિયાણા સરકારે આ વિસ્તારમાં 16 લાખ રૂપિયા પ્રતિ એકર સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરી હતી. એટલે કે વાઢેરાએ એ જમીન ત્રણ લાખ રૂપિયામાં ખરીદી, તેના પર 16 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબે સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી. ત્યારબાદ ચૌટાલાએ આરોપ લગાવ્યો છે કે જે વ્યક્તિને વાઢેરાએ આ જમીન વેંચી હતી બાદમાં એ વ્યક્તિને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ટીકિટ પણ આપવામાં આવી હતી.

ન્યૂઝ ચેનલ આઇબીએન 7 અનુસાર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ આરોપ લગાવ્યો છે કે વાઢેરાએ 28 એકર જમીનમાંથી 17 એકર જમીન કોંગ્રેસના નૂંહ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ ધારાસભ્ય આફતાબ અહેમદના પરિવાર પાસેથી ખરીદી હતી.

ચૌટાલાએ સ્પષ્ટ શબ્દોમાં આરોપ મુક્યો છે કે, આ જમીનના બદલામાં આફતાબને નૂંહ વિધાનસભાની ટીકિટ આપવામાં આવી હતી. એટલું જ નહીં ધારાસભ્યના પરિવારની બાકીની જમીનને અર્બન ડેવલોપમેન્ટ પ્લાનમાં શામેલ કરવામાં આવી, જેના કારણે તેમની જમીનની કિંમતમાં અધધ વધારો આવ્યો હતો.

English summary
Om Prakash Chautala, who has been Chief Minister of Haryana four times, informs the press that thousands of acres of land has been acquired at a pittance from poor farmers and has been given away to Robert Vadra to keep Sonia Gandhi happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X