તિહાર જેલમાં વધુ એક કેદીએ કરી આત્મહત્યા

મહિલા કેદીએ ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, અધિકારીઓ હજુ આ અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી રહ્યાં છે. જેલ પ્રશાસને મહિલા કેદી મોત મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મહિલા કેદી પશ્ચિમ બંગાળની રહેવાસી છે. કેદીનું નામ રેશ્મા જણાવવામાં આવ્યું છે. રેશ્મા છેલ્લા કેટલાક મહિનાઓથી અપહરણના મામલે તિહાર જેલમાં બંધ હતી.
આ પહેલા દિલ્હી ગેંગરેપ મામલાના મુખ્ય આરોપી રામ સિંહે પણ જેલની અંદર આત્મહત્યા કરી લીધી હતી. હજુ તેની મોતના મામલાનું નિરાકરણ આવ્યું જ નહોતું ત્યાં આજે એક મહિલા કેદીએ આત્મહત્યા કરી લીધી છે. દેશની સૌથી મોટી અને થ્રી લેયર સુરક્ષાવાળી જેલમાં કેદીઓના થઇ રહેલા મૃત્યું અને આત્મહત્યાથી તિહાર જેલ પ્રશાસન પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
