હવે વારો બાબા રામ રહીમનો! ડેરા સચ્ચા સોદામાં કાપવામાં આવતા હતા લિંગ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: હજી હરિયાણાના નકલી સંત રામપાલનો કેસ શાંત નથી થયો કે સિરસાના ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહનું કૃત્ય સૌની સામે આવી ગયું છે. તેમની પર આરોપ છે કે તેમના આશ્રમમાં લોકોના લિંગ કાપવામાં આવે છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બાબાના ડેરામાં તેમના સમર્થકોનું જબરદસ્તી વ્યંધીકરણ કરવાના આરોપોને સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે.
કોર્ટનો આદેશ
ન્યાયાધિશ કે કાનને ડેરાના એક પૂર્વ સમર્થક હંસરાજ ચૌહાણની અરજી પર આ આદેશ આપ્યો. ચૌહાણે અરજીમાં દાવો કર્યો છે કે ડેરાના લગભગ 400 લોકોની સાથે ડેરામાં તેમનું વ્યંધત્વકરણ કરવામાં આવ્યું. આની સાથે જ 166 લોકોના નામોની સૂચી પણ સોંપી છે, જેમનું વ્યંધત્વકરણ ડેરામાં કરવામાં આવ્યું છે.

ચૌહાણે અરજીમાં જણાવ્યું છે કે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે જે લોકો વ્યંધત્વ કરાવશે તેઓ ડેરા પ્રમુખ માર્ફતે ઇશ્વરને મળવામાં સક્ષમ બનશે. જજે હરિયાણા પોલીસને પણ આ મામલે અત્યાર સુધી કંઇ કરવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટ આ તપાસ પ્રક્રિયા પર નજર રાખશે.
હવે ફસશે બાબા
ન્યાયાધીશે એ વાતને પણ પોતાના ધ્યાનમાં લીધી છે કે ડેરા પ્રમુખ ગુરમીત રહીમ સિંહ તેમના વિરુદ્ધ અન્ય મામલામાં કોઇને કોઇ બહાનું કરીને 2007થી ક્યારેય પણ કોર્ટમાં હાજર થયા નથી, અને ન્યાયાધીશ પણ તેમની છૂટના આગ્રહનો સ્વીકાર કરતું રહ્યું. આ પહેલા ચૌહાણની ચંદીગઢના એક સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તેમનું વ્યંધત્વ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
