જોશીમઠથી વધુ એક ટેન્શન વધારનારી ખબર, ઔલીના રોપ વેમાં તિરાડો પડતા બંધ કરાયો

સ્થાનિક રોપ-વે મેનેજર દિનેશ ભટ્ટે જણાવ્યું કે, ગઈકાલથી જોવા મળી છે અને જોખમ ઊભું કર્યું છે. અમે સાવચેતી રૂપે રોપ-વે બંધ કર્યો છે, જે આગામી આદેશો સુધી બંધ રહેશે.

જોશીમઠ : ઉત્તરાખંડના જોશીમઠમાં સતત સ્થિતી બગડી રહી છે. પહેલા મકાનોમાં તિરાડો પડ્યા બાદ હવે ઔલીમાં રોપ વેના પ્લેટફોર્મમાં તિરાડો પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, પ્રશાસને આગામી આદેશ સુધી રોપવેને તાત્કાલિક બંધ કરી દીધો છે. તમામ પ્લેટફોર્મ અને આજુબાજુની બિલ્ડીંગોની ચકાસણી કરવામાં આવી રહી છે. રોપ-વે બંધ થવાથી પ્રવાસીઓ નિરાશ થયા છે.

Rop

આ મુદ્દે સ્થાનિક રોપ-વે મેનેજર દિનેશ ભટ્ટે જણાવ્યું કે, ગઈકાલથી જોવા મળી છે અને જોખમ ઊભું કર્યું છે. અમે સાવચેતી રૂપે રોપ-વે બંધ કર્યો છે, જે આગામી આદેશો સુધી બંધ રહેશે. બીજી તરફ ઔલીના વેપારીઓ અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે. આ મુદ્દે એક સ્થાનિક વેપારીએ જણાવ્યુ કે, તેમનું કામ ઘોડા અને સ્કીઇંગનું છે. જોશીમઠમાં ભૂસ્ખલનના સમાચાર આવ્યા બાદથી પ્રવાસીઓ ઔલી આવતા નથી. જેના કારણે તેમનું કામ પૂર્ણ થંભી ગયું છે. તેમને ડર છે કે આવનારા દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે.

જોશીમઠમાં સ્થિતી સતત વણસી રહી છે ત્યારે હવે પર્યાવરણ અને આબોહવા વૈજ્ઞાનિકોની ટીમે જોશીમઠમાં સતત નિરિક્ષણ કરી રહી છે. આ મુદ્દે વાત કરતા ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં વૈજ્ઞાનિક ડૉ.જેસી કુન્યાલે કહ્યું કે, અમે પર્યાવરણીય અને ઇકોલોજીકલ એસેસમેન્ટ કરીશું. તે પછી પાણીની ગુણવત્તાનું પણ મૂલ્યાંકન કરાશે. અમારી પાસે વિવિધ વિસ્તારોમાં 4-5 ટીમો તેના પર કામ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, જે મકાનોમાં તિરાડો પડી છે તે સારી હાલતમાં નથી. સરકારે તે લોકોનું પુનર્વસન કરી દીધું છે. અમે એ વિચારી રહ્યા છીએ કે શું જમીન વધુ ઘસવાની સંભાવના છે કેમ અથવા જમીનને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય છે કે કેમ? આ અમારા માટે પડકાર સમાન છે. અત્યાર સુધીમાં પ્રશાસને ત્યાં 4,000 થી વધુ ઘરોનું મૂલ્યાંકન કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X