જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો, 1 જવાન શહિદ

દેશમાં આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના નરેન્દ્ર મોદી સરકારના ખોખલા દાવા વચ્ચે સેનાના જવાનો સતત પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. હવે જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે સેના સતત કાર્યવાહી કરી રહી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

INDIAN ARMY

કુલગામમાં જ્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ત્યાં બે અલગ-અલગ જગ્યાએ 4-5 આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતના સંયુક્ત દળો આ ઓપરેશનને અંજામ આપી રહ્યાં છે. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોદરગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદી સફરજનના ગાઢ બગીચામાં સ્થિત ઘરમાં છુપાયેલા છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું.

આ એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયાના સમાચાર નથી. સુરક્ષા જવાનો દ્વારા આતંકીઓને પકડવાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટરનો લાભ લઈને અસામાજિક તત્વો કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે સમગ્ર જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X