For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પીએમ મોદીની મોટી યોજનામાં ગોટાળો, રંગેહાથે ઝડપાયો અધિકારી

Video: પીએમ મોદીની મોટી યોજનામાં ગોટાળો, અધિકારી ઝડપાયો

|
Google Oneindia Gujarati News

મુરાદાબાદઃ કરપ્શન ફ્રી ઈન્ડિયા બનાવવાની લાખો કોશિશ બાદ પણ સરકારી વિભાગમાં લાંચ લેવાનો મામલો થમી રહ્યો નથી. દેશના વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવી રહેલ શહેરી આવાસ યોજનામાં આવાસ વિકાસના અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા છે. શહેરી ગરીબોને મળનાર આ મકાનોના વિતરણમાં કેવી રીતે ધાંધલી ચાલી રહી છે, તેનો ભાંડો એવા સમયે ફૂટ્યો જ્યારે એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે સંપત્તિ અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો.

arrest

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવાસ વિકાસના સંપત્તિ અધિકારીને એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે વાસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા છે. નિર્દેશ ચૌધરી નામની મહિલાએ ઓનલાઈન આવાસ વિકાસની યોજનામાં અરજી કરી હતી. જેમાં નિયમાનુસાર પચ્ચીસ હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા. વિભાગમાં ચાલી રહેલી રિશ્વતખોરીને પગલે આવાસ વિકાસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોને કેટલાય મહિનાથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે અરજદાર મહિલાને સમગ્ર મામલે જાણકારી આપતા જણાવ્યું કે સુભાષ ચંદ્ર મૌર્ય નામના અધિકારી મકાન અપાવવાના નામે પહેલા તો પચાસ હજારની રિશ્વત માંગી અને બાદમાં 20 હજાર વધુ માંગ્યા.

અધિકારીએ મહિલાને કહ્યું હતું કે હવે મકાનોની સંખ્યા વધી ગઈ છે. હવે જે કોઈપણ લેવા માગે તેમની પાસેથી 50 હજાર રૂપિયા લેવામાં આવશે. મહિલાએ તેની સૂચના એન્ટી કરપ્શન બ્યૂરોમાં આપી તો કેટલાય કલાકોના ઈંતેજાર બાદ સંપત્તિ અધિકારી સુભાષ ચંદ્ર મૌર્યને ટીમે વીસ હજાર રૂપિયા લેતા રંગે હાથે ઝડપી લીધો.

આ પણ વાંચો- તેજપ્રતપે પરત લીધી તલાકની અરજી, વકીલે જણાવ્યું કારણ

English summary
anti corruption team arrested a person for awaas yojna bribe in moradabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X