યોગીના એન્ટિ રોમિયો સ્ક્વોડને હાઇ કાર્ટની મંજૂરી

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ માં યોગી આદિત્યનાથ ની સરકાર બન્યા બાદ મહિલાઓની છેડતી કરતા બદમાશો વિરુદ્ધ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું, જે અંગે અલાહાબાદ હાઇ કોર્ટની લખનઉ બેન્ચે પોતાનો નિર્ણય આપ્યો છે. મહિલાઓની છેડતી ની ઘટનાઓ પર પૂર્ણવિરામ મુકવા માટે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના નિર્દેશ હેઠળ એન્ટિ રોમિયો સ્ક્વોડની રચના કરવામાં આવી હતી, જેને હવે હાઇ કોર્ટની મંજૂરી પણ મળી ગઇ છે. ગૌરવ ગુપ્તાએ આ અંગે કોર્ટમાં અરજી કરી હતી, જસ્ટિસ એ.પી.સાહી તથા જસ્ટિસ સંજય હરકોલીની બેન્ચ દ્વારા આ મામલે નિર્ણય આપવામાં આવ્યો છે.

anti romeo

કોર્ટે પોલીસને સાદા કપડામાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી મહિલાઓની છેડતી કરતા બદમાશોને પકડવાની છૂટ આપી છે. પોલીસ આ બદમાશોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરે એમાં પણ કોર્ટને કશું ગેરકાયદેસર કે વાંધાજનક લાગ્યું નથી. જો કે, હાઇ કોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને મોરલ પોલીસીંગ માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. હાઇ કોર્ટે કહ્યું કે, ખરેખર તો આ પોલીસીંગ પર રોક લગાવવાની કોશિશ છે.

અરજીમાં શું કહેવાયું હતું?

એન્ટિ રોમિયો સ્ક્વોડ અંગે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું હતું કે, આ સ્ક્વોડની કામગીરી થકી પોલીસ લોકોની પ્રાઇવસી ભંગ કરી રહી છે તથા નવયુગલોને હેરાન કરી રહી છે. આ અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, બંધારણમાં સૌને પોતાની મરજી મુજબ ફરવાની છૂટ આપવામાં આવી છે, એવામાં એન્ટિ રોમિયો સ્ક્વોડ લોકોનો આ અધિકાર ઝૂંટવી રહ્યું છે. આ સાથે જ અરજીમાં આ પોલીસ જૂથનું નામ એન્ટિ રોમિયો સ્ક્વોડ રાખવા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અરજી અનુસાર, આનાથી લોકોમાં ભય ફેલાય છે.

અહીં વાંચો - TVF CEO અરુણાભ કુમાર પર જાતીય સતામણીનો બીજો કેસ દાખલ

કોર્ટનો નિર્ણય

કોર્ટે યોગી સરકારના આ સ્ક્વોડને મંજૂરી આપતાં કહ્યું કે, કોઇ પણ મામલે જો પોલીસની વધુ પડતી હેરાનગતિ જોવા મળે તો આ માટે કાયદાનો આધાર લઇ શકાય છે. સરકારે પોલીસ બળમાં વધારો કરવો જોઇએ. તમિલનાડુમાં વર્ષ 1998માં મહિલા ઉત્પીડન રોકવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો તથા ગોવામાં પણ વર્ષ 2013માં આવો જ એક કાયદો ઘડવામાં આવ્યો હતો. જો પોલીસ દળને આ નામ સામે વાંધો હોય, તો સરકાર આ સ્ક્વોડનું નામ બદલી શકે છે.

English summary
A Lucknow bench of the Allahabad high court gave its nod to the constitution of anti-Romeo squad by UP police to check harassment of girls and women in Uttar Pradesh.
Please Wait while comments are loading...