હોસ્પિટલની બેદરકારી, નવજાત બાળકીની આંખો ખાઇ ગઇ કીડીઓ

નવ દિવસ પહેલા ઘરમાં જ પ્રી-મેચ્યોર આ બાળકીને તેની માતાએ જન્મ આપ્યો હતો અને તે છેલ્લા નવ દિવસથી ઇનક્યૂબેટર પર હતી. બુધવારે જ આ બાળકીને તેના માતાપિતાએ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. મામલો વધુ છંછેડાતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ પોતાની ખરાબ સુવિધા અને ખોટી સંભાળના કારણે પહેલા પણ બદનામ થઇ ચૂકી છે. આ જ હોસ્પિટલમાં 15 બાળકોને એચઆઇવી ગ્રસ્ત લોહી ચડાવવાનો મામલો સામે આવ્યો હતો. આ જ હોસ્પિટલમાં એક જ સીરિંજને ઘણા બાળકોને માટે ઉપયોગ કરવાનો પણ મામલો સામે આવી ચૂક્યો છે. સાથે સાથે અસુવિધાના કારણે ઘણી ગર્ભવતી મહિલાઓના મૃત્યુની ઘટનાઓ પણ સામે આવી હતી.












Click it and Unblock the Notifications
