‘પીરિયડ્ઝમાં..'વાળા સ્વામી કૃષ્ણસ્વરુપના નિવેદન પર ભડક્યા ડાયરેક્ટર, ‘તો આવુ હશે હિંદુ રાષ્ટ્ર..

બોલિવુડના જાણીતા ડાયરેક્ટ અનુભવ સિન્હાએ સ્વામી કૃષ્ણસ્વરુપ દાસના પીરિયડ્ઝવાળા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપીને બે ટ્વિટ કર્યા છે.

સ્વામી નારાયણ ભૂજ મંદિર (નારાયણ દેવ ગાદી)ના સ્વામી કૃષ્ણસ્વરુપ દાસના 'પીરિયડ્ઝમા મહિલાઓ ભોજન બનાવશે તો આગલા જન્મે તે કૂતરી બનશે'વાળા નિવેદન પર હોબાળો મચી ગયો છે, અભિનેત્રી ઋચા ચડ્ઢા બાદ હવે બોલિવુડના જાણીતા ડાયરેક્ટ અનુભવ સિન્હાએ પણ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપીને બે ટ્વિટ કર્યા છે.

Recommended Video

સુરતમાં સ્વામિનારાયણ સાધુએ કરેલી કૃષ્ણ વિરુદ્ધની આ ટિપ્પણીથી થયો વિવાદ

‘આમની કોઈ ભૂલ નથી, બધી આપણી ભૂલ છે. બરાબર???'

અનુભવ સિન્હાએ પોતાના પહેલા ટ્વિટમાં લખ્યુ છે કે, ‘આમની કોઈ ભૂલ નથી. બધી આપણી ભૂલ છે. બરાબર???' અને બીજા ટ્વિટમાં તેમણે કહ્યુ છે કે, ‘આવુ હશે હિંદુ રાષ્ટ્ર, જોઈએ???' અનુભવનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બનેલુ છે.

‘આવુ હશે હિંદુ રાષ્ટ્ર, જોઈએ?'

લોકો અનુભવના ટ્વિટ પર ઘણા રિએક્શન આપી રહ્યા છે, અમુકે તો લખ્યુ છે કે ખબર નહિ લોકો આ સાધુ બાબા લોકો પાસે કેમ જાય છે. બધી કહાનીઓ પોથી પુરાણ ઈન્ટરનેટ પર હિંદીમાં ઉપલબ્ધ છે. ભગવાન સુધી પહોંચવા માટે દલાલ કેમ જરૂરી છે એ વાત સમજમાં નથી આવતી. તો અમુકે લખ્યુ છે કે અને જે ખાશે એ આરએસએસના પ્રચારક બનશે.

શું કહ્યુ હતુ સ્વામી કૃષ્ણસ્વરુપ દાસે

શું કહ્યુ હતુ સ્વામી કૃષ્ણસ્વરુપ દાસે

વાસ્તવમાં ગુજરાતના ભૂજ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરુપ દાસે મહિલાઓ વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ છે, સ્વામી કૃષ્ણ સ્વરૂપે કહ્યુ કે જો મહિલાઓને પીરિયડ્ઝ આવતા હોય તો તેમણે એ દરમિયાન ભોજન ન બનાવવુ જોઈએ, આ પાક્કુ છે કે જો પુરુષ માસિક ધર્મના ચક્રમાંથી પસાર થઈ રહેલી મહિલાઓના હાથનુ બનાવેલુ ભોજન ખાય તો તે આગલા જન્મમાં બળદ બનશે. તેમણે કહ્યુ કે પીરિયડ્ઝ દરમિયાન જો મહિલા કિચનમા પતિ માટે ભોજન બનાવે તો નિશ્ચિત રીતે તે કૂતરી સ્વરુપે પુનર્જન્મ લેશે.

સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજી ભૂજ મંદિરના ઉપદેશક છે

તમને જણાવી દઈએ કે સ્વામી કૃષ્ણસ્વરુપ દાસજી ભૂજ મંદિરના ઉપદેશક છે. તેમણે ગુજરાતી ભાષામાં જે ઉપદેશ આપ્યો છે તેનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. એટલુ જ નહિ સ્વામીએ એ પણ કહ્યુ કે પીરિયડ્ઝમાંથી પસાર થઈ રહેલી મહિલાના હાથે બનાવેલુ ભોજન જો તમે જમશો તો તેના દોષી તમે પણ છો, શાસ્ત્રોમાં આ વસ્તુઓ વિશે સ્પષ્ટ લખેલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X