કાળિયાર હરણના કેસમાં સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કંઇ રીતે?

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. કારણ કે કાળા હરણના શિકાર કેસમાં હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્ધ રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન દાખલ કરાવી છે. નોંધનીય છે કે સલમાન ખાનને હાઇકોર્ટે 25 જુલાઇના રોજ આ કેસમાં નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યો હતો.

સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે, મેં જાતે જોયું હતું...

પણ રાજ્ય સરકારનું કહેવું છે કે આ મામલે તે સુપ્રિમ કોર્ટમાં જશે અને માટે જ તેણે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન દાખલ કરી છે. આમ આ કેસ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયો છે.

ક્યારે થશે સુનવણી?

ક્યારે થશે સુનવણી?

આ કેસમાં આશા સેવાઇ રહી છે કે દિવાળી પછી સુપ્રિમ કોર્ટમાં સુનવણી થાય. નોંધનીય છે કે નીચલી અદાલતે સલમાન ખાનને આ કેસમાં દોષી જાહેર કર્યો હતો. અને સલમાન ખાનના વકીલે આ નિર્ણયને હાઇ કોર્ટમાં પડકાર્યો હતો.

બે કેસ દાખલ છે

બે કેસ દાખલ છે

નોંધનીય છે કે કાળિયાર હરણના કેસમાં બે અલગ અલગ કેસમાં રાજસ્થાનની નીચલીઅદાલતે સલમાન ખાનને ક્રમશ એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

અન્ય સાત આરોપી પણ

અન્ય સાત આરોપી પણ

એટલું જ નહીં કાળિયાર હરણ કેસના ગેરકાનૂની શિકાર મામલે આ બન્ને અલગ અલગકેસમાં સલમાન ખાન સમેત અન્ય સાત આરોપી પણ સામેલ છે.

શું હતો કેસ

શું હતો કેસ

નોંધનીય છે કે 26 સપ્ટેમ્બર 1998ના રોજ જોધપુર પાસે આવેલા ભાવડના એક ઘોડા ફાર્મમાં કાળિયાર હરણનો ગેરકાનૂની શિકાર કરવામાં આવ્યો હતો. સલમાન ખાન તે સમયે જોધપુરમાં ફિલ્મ "હમ સાથ સાથ હૈ"નું શૂટિંગ કરી રહ્યા હતા. એટલું જ નહીં સલમાન ખાન આ માટે આ પહેલા જોધપુર જેલમાં પણ જઇ ચૂક્યા છે.

18 વર્ષે સલમાન નિર્દોષ

18 વર્ષે સલમાન નિર્દોષ

નોંધનીય છે કે હાઇકોર્ટે આ કેસમાં 18 વર્ષે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. અને તે પછી જ રાજસ્થાન સરકારે આ નિર્ણયને પડકારતા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ સમગ્ર પ્રકરણમાં એક વાતનો ઉત્તર હજી સુધી નથી મળ્યો કે જો સલમાન ખાને કાળિયાર હરણનો શિકાર નથી કર્યો તો હરણનો શિકાર કોણે કર્યો હતો?

English summary
Appeal Against Salman Khan In Deer Hunting Case in Supreme Court, the Rajasthan High Court on Monday acquitted him in two cases of poaching of chinkaras on the outskirts of Jodhpur in 1998.
Please Wait while comments are loading...