For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ પહેલા નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક, ડૉ. વી અનંત નાગેશ્વરન દેશના નવા CEA બન્યા!

બજેટ 2022 પહેલા કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક કરી છે. શુક્રવારે કેન્દ્ર સરકારે ડૉક્ટર વી. અનંત નાગેશ્વરનને દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી : બજેટ 2022 પહેલા કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક કરી છે. શુક્રવારે કેન્દ્ર સરકારે ડૉક્ટર વી. અનંત નાગેશ્વરનને દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા. નાણા મંત્રાલય વતી ટ્વીટ કરીને આની જાણકારી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે ડૉ. વી અનંત નાગેશ્વરનને દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે આજથી ચાર્જ સંભાળી લીધો છે.

Dr. V Anant Nageshwaran

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ 2022 રજૂ કરશે. બજેટ પહેલા 31 જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કામ પહેલા જ આજે સરકારે નવા CEOની નિમણૂક કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુખ્ય આર્થિક સલાહકાર રહેલા કે.વી. સુબ્રમણ્યનનો કાર્યકાળ ડિસેમ્બરમાં જ સમાપ્ત થઈ ગયો હતો, ત્યાર બાદ હજુ સુધી નવા CEAની નિમણૂક કરવામાં આવી નહોતી. હવે સરકારે ડૉક્ટર વી અનંત નાગેશ્વરને CEA તરીકે નિયુક્ત કર્યા છે.

તમને જણાવી દઈએ કે ડૉ. વી અનંત નાગેશ્વરે 1985માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાંથી એમબીએ કર્યું છે. તેમની પાસે વ્યાપાર અને આર્થિક બાબતોની વ્યાપક જાણકારી છે. તેઓ IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસના ડીન રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2019માં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ક્રેડિટ સુઈસ એજી અને જુલિયસ બેર ગ્રુપના એક્ઝિક્યુટિવનું પદ પણ સંભાળ્યું હતું.

English summary
Appointment of new Chief Economic Adviser before the budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X