• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીને મળ્યા મોદી, મોદીના ચહેરા પર છવાઇ ખુશી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદીને મળ્યા મોદી, મોદીના ચહેરા પર છવાઇ ખુશી

મોદીને મળ્યા મોદી, મોદીના ચહેરા પર છવાઇ ખુશી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નરેન્દ્ર મોદીની સામે ઉપસ્થિત રહ્યા હતા. મેડમ તુસાદ દ્વારા નરેન્દ્ર મોદીના બનાવેલા પુતળાનું અનાવરણ કરવા માટે દિલ્હીના 7 રેસકોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પૂતળા જેવો પહેરવેશ જ પહેર્યો હતો. પોતાના પૂતળાને જોઇને તે આશ્ચર્યચક્તિ થયા હતા અને પૂતળું તૈયાર કરનાર કલાકારોની કલાને જોઇને અભિભૂત થતા તેમણે કલાકરોના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે મોદીની આ ત્રણેય પ્રતિમાઓ સિંગાપુર, હોંગકોંગ અને બેંકોકમાં સંગ્રાહલયોમાં રાખવામાં આવશે. ત્યારે મોદીનું મીણનું પૂતળું કંઇક આવું દેખાતું હતું.

મુદ્રામાં અદાણી પ્લાન્ટનું બોઇલર ફાટ્યું, 1નું મોત 21થી વધુ ઇજાગ્રસ્ત

મુદ્રામાં અદાણી પ્લાન્ટનું બોઇલર ફાટ્યું, 1નું મોત 21થી વધુ ઇજાગ્રસ્ત

કચ્છના મુંદ્રામાં આવેલા અદાણી પાવર પ્લાન્ટમાં બોઈલર બ્લાસ્ટમાં સારવાર દરમિયાન કામદારનું મોત નિપજ્યુ હતું. મુંદ્રાના ટુંડા વાઢ ગામ પાસે બુધવારે બપોરના સમયે ધડાકા સાથે બોઈલરની પાઈપ લાઈન ફાટવાની ઘટના બની હતી. જેમાં 21 કામદારો દાઝી ગયા છે અને 13 લોકોની હાલત વધુ ખરાબ હોવાથી તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દુકાળ મામલે લગાવી લપડાક

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દુકાળ મામલે લગાવી લપડાક

સુપ્રીમ કોર્ટે દુષ્કાળ મુદ્દે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બન્નેને આકરા શબ્દોમાં લપડાક લગાવી હતી. કોર્ટે દુષ્કાળ મુદ્દે સોગંદનામુ દાખલ નહીં કરવા બદલ ગુજરાત સરકારને ઝાટકતા કહ્યું હતું કે,‘તમે ગુજરાતના છો, તેનો અર્થ એમ નથી થતો કે તમે તમને ગમે તે કરશો.' સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણ કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કેન્દ્રની જવાબદારી છે કે તે આ દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં ઓછો વરસાદ થશે તેની સૂચના અને ચેતવણી આપે.

ટ્યૂશના બહાને દુષ્કર્મ આચરતા હસવખોર શિક્ષકની થઇ ધરપકડ

ટ્યૂશના બહાને દુષ્કર્મ આચરતા હસવખોર શિક્ષકની થઇ ધરપકડ

ચીખલી નજીક આવેલા ખેરગામમાં દુષ્કર્મની ઘટનામાં ભોગ બનનાર વિદ્યાર્થિની છેવટે હિંમત બતાવી હવસખોર શિક્ષકને પોલીસને હવાલે કરાવ્યો. ફરિયાદ મુજબ 30 વર્ષીય શિક્ષક કિરણ ઠાકોરભાઈ સોલંકી દ્વારા ધો.8માં ભણતી વિદ્યાર્થિનીને ઘરે ટ્યૂશન માટે બોલાવીને દુષ્કર્મ કરતો હતો. ત્યાર બાદ ધો.10 પછી પણ વિદ્યાર્થિની કમ્પ્યુટર ક્લાસ માટે બીલીમોરા જતી તે દરમિયાન પણ તેનો ફોનથી સંપર્ક કરીને બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. છેવટે વિદ્યાર્થીએ સાહસ બતાવી ફરિયાદ નોંધાવી હતી અને શિક્ષક ધરપકડ કરી હતી.

ઉનામાં ગૌરક્ષકે એસિડ પીને આપઘાતનો કર્યો પ્રયાસ

ઉનામાં ગૌરક્ષકે એસિડ પીને આપઘાતનો કર્યો પ્રયાસ

ઉનામાં ગૌરક્ષક દળ દ્વારા માર્ચ મહિનામાં ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર એક માસમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સરકારે આ મામલે ઢીલ દાખવતા આશિષભાઈ વાઢેર નામના યુવકે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની પરિસ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

લોહીલુહાણ હાલતમાં મળ્યા ભાજપ કોર્પોરેટરના ભાઈ

લોહીલુહાણ હાલતમાં મળ્યા ભાજપ કોર્પોરેટરના ભાઈ

મહેસાણામાં હિમાચલ પાસિંગની કારમાંથી ભાજપ કોર્પોરેટર કાનજીભાઇ રબારીના ભાઈ ફુલાભ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. હિમાચલ પાસિંગની કારમાંથી આવતો અવાજ સાંભળી અહીથી પસાર થઇ રહેલા વાહન ચાલકે કાર પાસે પહોચ્યો ત્યારે આ બાબત સામે આવી હતી. ફુલાભાઈની હ્રદયની પાસે આરપાર ગોળી નીકળી ગયેલી હતી. કારની સીટ પર પડેલી વેપારીની રિવોલ્વરને જોતા આત્મહત્યા કરવાનો પ્રયાસ કે હત્યા થઈ છે તેની ચર્ચા ચાલી હતી. જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બોટાદ પાસે 6 વર્ષના બાળકની લાશ મળી, તાંત્રિકવિધિની શંકા

બોટાદ પાસે 6 વર્ષના બાળકની લાશ મળી, તાંત્રિકવિધિની શંકા

બાળકની લાશ માથુ અને ધડ અલગ અલગ કરેલી પરિસ્થિતિમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ બાળકની લાશને જોઇને બાળકની હત્યા તાંત્રિકવિધિ માટે કરવામાં આવી હોવાની શંકા પ્રાથમિક તબક્કે સેવાઈ રહી છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. આ બાળક બે દિવસ પહેલા ગુમ થયો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ બાળકના પિતાએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે તપાસ દરમિયાન બાળકની લાશ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી.

મહેસાણામાં છોટા હાથીનું ટાયર ફાટતા ચાર અકસ્માત સર્જાયા

મહેસાણામાં છોટા હાથીનું ટાયર ફાટતા ચાર અકસ્માત સર્જાયા

મહેસાણામાં નાનીદાઉ નજીક સોનેરીપુરા પુલ ઉપર અમદાવાદથી પાલનપુર તરફ જઇ રહેલ છોટા હાથી (જીજે 08 વાય 2798)નું આકસ્મિક પાછળનું ટાયર ફાટ્યું હતું. અકસ્માત થતો રહી જતા ટાયર તપાસવા નીચએ ઉતરેલા ડ્રાઇવરને પાછળથી પૂરઝડપે આવેલી ડીએન.0જીએ.0820 નંબરની કારે ટક્કર મારી હતી. સાથે સાથે તેની પાછળ આવેલી અન્ય ગાડીઓ પણ એક પછી એક અથડાઈ ગઈ હતી. છોટાહાથીની પાછળ ધડાકાભેર બીજી 3 ગાડી અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં મહિલા સહિત 5 વ્યક્તિઓને ઇજા થઇ હતી.

બીજેપી પ્રદર્શનમાં ઇજાગ્રસ્ત થયેલા ધોડા શક્તિમાનની થઇ મોત

બીજેપી પ્રદર્શનમાં ઇજાગ્રસ્ત થયેલા ધોડા શક્તિમાનની થઇ મોત

ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલિસનો ધોડો શક્તિમાન ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને પોતાનો એક પગ પણ ગુમાવવો પડ્યો હતો. જે બાદ અમેરિકાથી તેના કુત્રિમ પગ લાવીને પણ લગાવવામાં આવ્યો હતો. પણ ગેંગરીનના કારણે તેની મોત થઇ ગઇ.

ધોનીના સ્વિમીંગ પુલે ધોનીની મુશ્કેલી વધારી

ધોનીના સ્વિમીંગ પુલે ધોનીની મુશ્કેલી વધારી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ રાંચી ખાતે તેમના ઘરમાં આવેલા સ્વિમીંગ પુલને લઇને વિવાદોમાં ફસાયા છે. ઝારખંડમાં એક બાજુ જ્યાં પાણીની તંગી છે ત્યાં જ ધોનીના સ્વિંમીંગ પૂલ માટે રોજ 15 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે તેવો આરોપ લોકોએ લગાવ્યો છે. જો કે ધોની કહ્યું છે તે જ્યારે ત્યાં જાય છે ત્યારે જ તેમના પૂલમાં પાણી ભરવામાં આવે છે. અને આ આરોપો ખોટા છે.

તુપ્તિ દેસાઇ કહ્યું હવે હાજી અલી માટે કરશે આંદોલન

તુપ્તિ દેસાઇ કહ્યું હવે હાજી અલી માટે કરશે આંદોલન

શનિ મંદિરના ચબૂતરા પર તેલ ચઢાવવા મામલે મળેલી સફળતા બાદ ભૂમાતા રણરાગિની બ્રિગ્રેડની નેતા તૃત્પિ દેસાઇએ મુંબઇમાં આવેલ હાજી અલી શાહ બુખારી દરગાહમાં પણ મહિલાઓને પ્રવેશ આપવા માટે લડત લડશે. આ અંગે તેમણે 28 એપ્રિલથી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.

English summary
April 21: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X