Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

22 એપ્રિલનો બદલો સેનાએ 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં બોલ્યા PM નરેન્દ્ર મોદી

Parliament Operation Sindoor Debate: PM નરેન્દ્ર મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન PM મોદીએ કહ્યું કે, આ ભારતની પ્રશંસા કરવાનું સત્ર છે. હું ભારતનો પક્ષ રજૂ કરવા માટે ઉભો છું. જે લોકો ભારતનો પક્ષ જોઈ શકતા નથી તેમને અરીસો બતાવવા માટે ઉભો છું. તેમણે કહ્યું કે, અમને ગર્વ છે કે 6 અને 7 મેની રાત્રે અમે આતંકવાદીઓને નક્કી કરેલો જવાબ આપ્યો. અમે હુમલો કર્યો અને પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અમે એવો યોગ્ય જવાબ આપ્યો કે આતંકવાદના આકા હજુ પણ જાગી રહ્યા છે. અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો.

PM Narendra Modi

PM નરેન્દ્ર મોદીએ કહ્યું 22 એપ્રિલના રોજ પહલગામમાં એક ક્રૂર ઘટના બની હતી. આતંકવાદી હુમલો ક્રૂરતાની ચરમસીમા હતી. નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો નાશ કરીશું. મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.

22 એપ્રિલનો બદલો સેનાએ 22 મિનિટમાં લીધો

હું 22 એપ્રિલે વિદેશમાં હતો. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મેં એક બેઠક બોલાવી અને આતંકવાદના આકાઓને યોગ્ય જવાબ આપવા કહ્યું. મેં આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પના બહાર સજા કરવાનો, આતંકવાદીઓનો નાશ કરવાનો મારો સંકલ્પ વ્યક્ત કર્યો. અમને સેનાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે સેનાને ખુલી છૂટ આપી હતી. આતંકવાદીઓના આકાઓએ પણ અનુમાન લગાવ્યું હતું કે ભારત કાર્યવાહી કરશે. ત્યાંથી પરમાણુ હુમલાની ધમકીઓના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. અમે એવી જગ્યાએ પ્રવેશ કરીને પણ હુમલો કર્યો જ્યાં અમે પહેલાં ક્યારેય ગયા ન હતા. આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. અમે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને ખોટી સાબિત કરી. ભારતે સાબિત કર્યું કે પરમાણુ બ્લેકમેઇલ કામ કરશે નહીં. આજે પણ, પાકિસ્તાનના ઘણા એરબેઝ ICUમાં છે. ઓપરેશન સિંદૂર સફળ રહ્યું. છેલ્લા 10 વર્ષની તૈયારીઓને કારણે આ સફળતા મળી.

ત્રણેય સેનાના પાંખની કરી પ્રશંસા

આતંકના આકાઓએ વિચાર્યુ ન હતુ કે ભારત આવશે અને આવી રીતે મારીને જતુ રહેશે. ભારતની ત્રણેય સેનાએ મળીને પાકિસ્તાનના હોંશ ઉડાવ્યા હતા. દુનિયાના તમામ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. અને પ્રશંસા કરી હતી. જો ભવિષ્યમાં ફરી કોઇ આવો આતંકી હુમલો થયો તો ભારત પોતાની રીતે જવાબ આપશે. કોઇપણ દેશે ભારતને કાર્યવાહી કરતા રોક્યુ નથી. સેનાએ જે લક્ષ્ય નક્કી કર્યુ હતુ. તે પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X