અધ્યક્ષ લાલજી પટેલની કથળેલી હાલતને પગલે ધરપકડ ટળી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની કથળેલી હાલતને પગલે ધરપકડ ટળી

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની કથળેલી હાલતને પગલે ધરપકડ ટળી

એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મહેસાણા જેલ ભરો આંદોલનમાં ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યાર પછીથી સારવાર હેઠળ છે જોકે તેમની તબીયત લથડી હોવાથી પોલીસે પણ હાલમાં તેની ધરપકડ કરવાનું ટાળ્યું છે. પોલીસે તેમના મોબાઈલ અને લોહીના ડાગા વાળા વસ્ત્રો તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. પોલીસે લાલજીના મોબાઇલના આધારે તપાસ કરવા માંગે છે આંદોલન સમયે લાલજી કોના કોના સંપર્કમાં હતા.

હાર્દિકે મુખ્યમંત્રીને લખેલો સીલબંધ પત્ર આનંદીબેનને સોપાયો

હાર્દિકે મુખ્યમંત્રીને લખેલો સીલબંધ પત્ર આનંદીબેનને સોપાયો

હાર્દિક પટેલને કેટલાક પાટીદાર અગ્રણીઓ લાજપોર જેલ ખાતે મળવા માટે ગયા હતા ત્યારે હાર્દિક પટેલે પાટીદાર અગ્રણીઓને કેટલાક પત્રો આપ્યા હતા. તેમાંથી એક પત્ર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને ઉદ્દેશીને પણ લખવામાં આવ્યો હતો. જોકે એ પત એક બંધ કવરમાં હતો અને તેની ઉપર આનંદીબહેનનું નામ લખ્યું હતુ. આથી આ પત્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રના નિવાસ્સ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. હવે ચર્ચા એ છે કે હાર્દિકના આ પત્રમાં શું વિગતો છે જે તેણે મુખ્યમંત્રી સાથે વહેંચી છે.

મોરારીબાપુના પર્વમાં હેમામાલિનીએ મીરાંની નૃત્ય નાટિકા કરી રજૂ

મોરારીબાપુના પર્વમાં હેમામાલિનીએ મીરાંની નૃત્ય નાટિકા કરી રજૂ

જાણીતા કથાકાર મોરારીબાપુના વતન ભાવનગરના મહુવામાં આવેલા તલગાજરડા ગામે અસ્મિતા પર્વના અંતિમ દિવસે જાણીતા અભિનેત્રી તથા સાસંદ હેમા માલિનીએ મીરાં આધારિત નૃત્ય નાટિકા રજૂ કરી હતી. આજે અંતિમ દિવસે તલગાજરડાના ચિત્રકૂટમાં હેમા માલિની, પી. ખરસાણી, પંકજ ધીર સહિતના અન્ય કલાકારોને કૈલાસ એવોર્ડ, લલિત કલા એવોર્ડ, નટરાજ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

રાજકોટમાં મહિલાઓ તેમજ કોંગ્રેસે મેયર સામે પાણીના પ્રશ્ને ઘેરાવ કર્યો

રાજકોટમાં મહિલાઓ તેમજ કોંગ્રેસે મેયર સામે પાણીના પ્રશ્ને ઘેરાવ કર્યો

રાજકોટમાં ઉનાળઆમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરતા મહિલાઓએ મેયરના ઘર સામે રોષથી છાજિયા લીધા હતા અને રામનામની ધૂન બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટના વોર્ડ નંબર.9 અને 10માં પાણી ન અપાતા આશરે એક લાખ જેટલા લોકો પાણી વિના હેરાન થયા હતા. તો વોર્ડ 10માં અવારનવાર પાણીકાપ મુકાતો હોવાથી આજે વિપક્ષના કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં મહિલાઓ તેમજ અન્ય શહેરીજનોએ મેયર જૈમિન ઉપાધ્યાયના ઘર સામે છાજિયા લીધા હતા.

વાડજમાં યુવકની હત્યા બાદ ફેલાઈ તંગદિલી

વાડજમાં યુવકની હત્યા બાદ ફેલાઈ તંગદિલી

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ગાંધીનગરના ટેકરા ખાતે અંગત અદાવતમાં ચંદ્રપાલ નામના વ્યક્તિની હત્યા બાદ સવારે જ્યારે તેની અંતિમયાત્રા નીકળી ત્યારે વાતાવરણ તંગ થઈ ગયું હતું. સ્થાનિક લોકોનુ ટોળું તેમજ કુટુંબીજનો ઉશ્કેરાઇને હત્યા કરનાર આરોપી અજય ઠાકુરના ઘર ઉપર ધસી ગયું હતું. અને ઘરને ટોળાએ આંગ ચાપી દીધી હતી અને તેના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. જો કે જે બાદ 150 જેટલી પોલીસનો કાફલો ઘટના સ્થળે ઉમટી પડ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

છોકરીઓની છેડતી કરનાર યુવકોને ઠપકો આપતા પિતરાઈ ભાઈઓની હત્યા

છોકરીઓની છેડતી કરનાર યુવકોને ઠપકો આપતા પિતરાઈ ભાઈઓની હત્યા

વાવના કુંડાળિયા પાસે એક પિતરી ભાઈએ યુવતીની છેડતી કરતા બીજા ભાઇને રોકતા ઉશ્કેરાઈને યુવકે પોતાન જ પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હતી. ઘટનાની વિગતો એવી છે કે કુંડાળીયા ગામના વશરામ પટેલ અને તથા વશરામ પટેલ વારંવાર રસ્તામાં આવતી જતી છોકરીઓની છેડતી તેમજ ખરાબ ચેનચાળા કરતા હતા. આથી તેમના પિતરાઈ ભાઈ તેજાભાઇ પટેલ અને મેઘજીભાઇ પટેલ નામના સગાભાઇઓએ તેમને ઠપકો આપ્યો હતો. ઠપકાને કારણે ઉશ્કેરાઈ જઇને તેણે બન્ને ભાઇઓ ઉપર છરીથી હુમલો કર્યો હતો. જેમાં તેજાભાઈને મોત નિપજ્યું હતું. જે અંગે કૌટુંબીજનોએ પોલીસ મથકે બન્ને આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X