સુરતમાં તાંત્રિકે મહિલાના શરીરમાં ડાકણ છે કહી કર્યું તેનું શોષણ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સ્મૃતિ ઇરાનીએ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં કર્યા દર્શન
સોમવારે ગુજરાતના જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને તેમના પતિએ કરી હતી. સાથે જ ખાસ પૂજા પણ સ્મૃતિએ કરી હતી. જે બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ભગવાને તેમને ધણું આપ્યું છે. અને તે બસ શિવજીના આશીર્વાદ તેમની પર આ રીતે જ બની રહે તેવું ઇચ્છે છે.

જામનગરમાં જાહેરમાં થયું ફાયરિંગ, કરાઇ ધાતકી હત્યા
રવિવારે સાંજે જામનગરમાં ખુલ્લે આમ ફાયરિંગ અને ધાતકી હત્યાના પ્રસંગે જામનગરવાસીઓને ચોંકાવી દીધા. 50 વર્ષીય સીદીક ખુરેશી પર કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ પહેલા ખુલ્લે આમ ફાયરિંગ અને પછી કુહાડીના ઘા મારી હત્યા કરતા લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જો કે આ ધટના બાદ ચારે જણા ભાગી છૂટ્યા હતા. ત્યારે હાલ પોલિસે આ અંગે કાર્યવાહી કરી રહી છે.

સુરતામાં તાંત્રિકે મહિલાના શરીરમાં ડાકણ છે કહી કર્યું તેનું શોષણ
વરાછા પોલિસ સ્ટેશન ખાતે એક ધુતારા તાંત્રિકનો એક મહિલાએ પર્દાફાશ કર્યો છે. આ તાંત્રિક તેના શરીરમાં ડાકણ છે તેવું કહીને આ મહિલા જોડેથી 25 લાખ રૂપિયા જેટલી રકમ તફડાવી હતી. અને તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું તેવી ફરિયાદ મહિલાએ પોલિસ સ્ટેશનમાં કરી છે. સાથે જ પુરાવા રૂપ વીડિયો પણ પણ રજૂ કર્યો છે.ત્યારે હાલ તો પ્રફુલ તાંત્રિકોનો આ વીડિયો વાયરલ થતા લોકોને આ તાંત્રિકની હકીકત સામે આવી છે.

કાનૂનનું સન્માન કરીએ છીએ નહીં તો લાખ્ખોના માથા કાપીને રાખી દેતા:રામદેવ
ઓવૈસીનું નામ લીધા વગર રોહતક આવેલા બાબા રામદેવે મીડિયાને કહ્યું કે કેટલાક લોકો ટોપી પહેરીને કહે છે કે ભલે માથુ કપાઇ જાય પણ ભારત માતાની જય નહીં બોલીએ. તેમને નથી ખબર કે કાનૂથી હાથ બંધાયેલા છે નહીં તો લાખ્ખો માથાઓને શરીરથી અલગ કરી દીધા હોત.

જમ્મુ કાશ્મીરની પહેલી મહિલા મુખ્યમંત્રી બની મહેબૂબા મુફ્તી
પીડીપીની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ આજે જમ્મુના રાજભવન ખાતે જમ્મુ કાશ્મીરની પહેલી મહિલા મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા. ત્યારે તેમની શપથ ગ્રહણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. અને આશા વ્યક્ત કરી છે કે તેના શાસનમાં રાજ્ય વિકાસની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરશે.












Click it and Unblock the Notifications
