For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ BJP સરકારના બે કેબિનેટ મંત્રીઓની ટિકિટ કેમ કપાઈ? જેપી નડ્ડાએ કહી મોટી વાત

મહારાષ્ટ્રઃ BJP સરકારના બે કેબિનેટ મંત્રીઓની ટિકિટ કેમ કપાઈ? જેપી નડ્ડાએ કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અત્યાર સુધી ભાજપ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારના કાર્યકાળને બેદાગ ગણાવતું રહ્યું. પરંતુ હવે ખુદ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ માની લીધું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારના બે કેબિનેટ મંત્રીઓની ભ્રષ્ટાચારના આરોપસર ટિકિટ કપાઈ ગઈ છે. એટલું જ નહિ પાર્ટીએ સ્વીકાર્યું કે આ બંને મંત્રીઓ સિવાય બે અન્ય પૂર્વ મંત્રીઓની ટિકિટ પણ તેમના પર લાગેલ ભ્રષ્ટાચારના આોપને પગલે કપાણી છે.

jp nadda

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે માન્યું છે કે ફડણવીસ સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ વિનોદ તાવડે અને ચંદ્રશેખર બાવાનકુલેની ભ્રષ્ટાચારના આરોપોને પગલે ટિકિટ આપવામાં ન આવી. અગાઉ પાર્ટીએ દાવો કર્યો હતો કે ભાજપ તેમને અન્ય જવાબદારી આપવા માંગતું હોવાથી તેમની ટિકિટ કપાણી છે.

જણાવી દઈએ કે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી વિનોદ તાવડે અને ચંદ્રશેખર બાવાનકુલેને ટિકિટ નથી આપી. આ ઉપરાંત પાર્ટીએ પૂર્વ કેબિનેટ મંત્રી એકનાથ ખડસે અને પ્રકાશ મેહતાને ટિકિટ આપવાથી ઈનકાર કર્યો છે.

જ્યારે નડ્ડાને પૂછવામાં આવ્યું કે હવે ભાજપ આ દાવો કેવી રીતે કરી શકે છે કે તેના પાછલા પાંચ વર્ષ સુધી બેદાગ સરકાર ચલાવી છે. જ્યારે ભ્રષ્ટાચારના આરોપસર મંત્રીઓને ટિકિટ આપવામાં નથી આવી તો નડ્ડાએ જવાબ આપ્યો કે આ મંત્રીઓ પર થયેલ કાર્યવાહીથી સરકાર અને ભાજપની સંવેદનશીલતા અને નીયત ઝળકે છે.

જ્યારે નડ્ડાને પૂછવામાં આવ્યું કે વિજય કુમાર ગાવિત, બબન પચુપટે અથવા વિજય સિંહ મોહિતે પાટિલને પાર્ટીમાં કેમ સામેલ કરવામાં આવ્યા, જ્યારે ભાજપે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેટલાય આરોપ લગાવ્યા હતા, ત્યારે નડ્ડાએ કહ્યું કે ભ્રષ્ટાચાર પર ભાજપનું સ્ટેન્ડ સ્પષ્ટ છે અને પાર્ટી તેની સાથે જ આગળ વધશે.

જણાવી દઈએ કે એકનાથ ખડસેને એમઆઈડીસી લેન્ડ ડીલમાં અનિયમિતતાને કારણે 2015માં મંત્રિમંડળથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે પ્રકાશ મેહતાને એમપી મિલ કંપાઉન્ડ લેન્ડ ડીલથી જોડાયેલ આરોપોને પગલે 2018માં કેબિનેટથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

હરિયાણા ચૂંટણી સંગ્રામઃ શુ બાજી પલટવા માટે તૈયાર છે કોંગ્રેસ?હરિયાણા ચૂંટણી સંગ્રામઃ શુ બાજી પલટવા માટે તૈયાર છે કોંગ્રેસ?

English summary
arashtra: Why two cabinet ministers of BJP lost their ticket? JP Nadda answered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X