મમતાનું ચોંકાવનારુ નિવેદન 'શું બંગાળમાં બધી મહિલાઓ પર રેપ થઇ રહ્યો છે?'

નૉર્થ 24 પરગણામાં તૃણમૂલ કોંગ્રેસની એક રેલીને સંબોધિત કરતા મમતાએ રાજ્યમાં મહિલાઓની સામે ગુનાઓને ઉજાગર કરી રહેલા મીડિયાના એક વર્ગ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.
બેનર્જીએ કહ્યું કે 'આ ચેનલોની વિપક્ષની સાથે મીલીભગત છે અને તે સરકારની સામે અભિયાન ચલાવી રહ્યા છે. આવું કરીને અમૂક મીડિયા હાઉસો બંગાળની માટીનું અપમાન કરી રહ્યા છે.'
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર વધતી હિંસા પર મમતા બુદ્ધિજીવીઓના નિશાના પર છે. છેલ્લા કેટલાંક દિવસોમાં મહિલાઓની સાથે બળાત્કારની ઘણી ઘટનાઓ સામે આવી છે.












Click it and Unblock the Notifications
