For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોઢવાડિયાના પુત્રના દારૂ પાર્ટી કેસમાં મહિલા PSI જાડેજાની બદલી

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી રેડ કેસ કે જેમાં પૈસાદાર નબીરાઓમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો પુત્ર પાર્થ પણ ઝડપાયો હતો. તેમાં હવે નવા વળાંકો બહાર આવ્યા છે. પુત્રની અટક બાદ અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં એક ઓડિયો ટેપ જાહેર કર્યો હતો. જેમાં પોલીસ તોડ કરતી હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ લગાવ્યો હતો. જે બાદ આ કેસમાં જેસીપી જે.કે ભટ્ટે જણાવ્યું હતું કે મહિલા PSI ચંદ્રકલા જાડેજા(સી.બી.જાડેજા)ની હાલ બદલી કરવામાં આવી છે. અને તેમને વધુમાં કહ્યું હતું કે, જો આ કેસમાં પોલીસ દોષિત હશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે શનિવારે પોલિસે બાતમીના આધારે સેટેલાઇટ નજીક આવેલા આશાવરી ટાવરના એક એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. અને બર્થ ડે પાર્ટીના નામે દારૂ પાર્ટી કરેલા નબીરોઓને પકડ્યા હતા. જેમાંથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાનો પુત્ર પણ હતો. જો કે આ મામલે મોઢવાડિયાનું કહેવું છે કે તેમનો પુત્ર ખાલી બર્થ ડે પાર્ટીમાં ગયો હતો તે દારૂ પાર્ટીમાં હાજર નહતો. સાથે જ તેમણે તોડના આક્ષેપ પણ પોલિસે પર લગાવ્યો છે. તો સામે પક્ષે પોલિસ પણ આ અંગે નીચે મુજબ નિવેદનો આપ્યો છે.

તોડનો આક્ષેપ

તોડનો આક્ષેપ

મોઢવાડિયાનો પુત્ર પર્થ પણ હતો તે સંદર્ભે અર્જુન મોઢવાડિયાએ પત્રકારો સામે એક ઓડિયો ટેપ જાહેર કરી પોલીસ પર તોડ કરવાનો આક્ષેપ કર્યો હતો. પ્રેસ કોન્ફ્રન્સમાં અર્જુન મોઢવાડિયા પોલીસે તોડ પાડવા પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, 'એ દરમિયાન વચેટિયાના માધ્યમથી મહિલા અને બાળકોને પોલીસ સ્ટેશન ન લઇ જવા માટે પાંચ લાખની માગણી કરવામાં આવી હતી. ઓડિયો ક્લિપમાં સંભળાય છે જેમાં PSI જાડેજા બાતમીદારોનાં ખર્ચા માટે તોડ કરવાની વાત કરતા હોવાનું સંભળાય છે.

મહિલા પીએસઆઇનું શું કહેવું છે?

મહિલા પીએસઆઇનું શું કહેવું છે?

જો કે આ મામલે પૈસા માંગવાની અને તોડની વાત કરતા નકારી હતી.

ઓડિયામાં બીજું શું છે?

ઓડિયામાં બીજું શું છે?

આ ઓડિયા ટેપમાં રેડ પાડી એ દરમ્યાન અર્જુન મોઢવાડિયાનો પુત્ર પાર્થ ઘરમા જ સંતાય ગયો હોવાનું પણ બહાર આવ્યું છે.

અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયા

વધુમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વચેટિયા કુંતલ શાહ અને વિપુલ નામના પોલીસકર્મીએ મળીને આ તોડ કર્યો હતો. મારો દીકરો મહેફિલમાં સામેલ નહોતો. પરંતુ બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો.

ACBને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે- મોઢવાડિયા

ACBને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે- મોઢવાડિયા

ત્યારે મોઢવાડિયાએ આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ સાથે ACB પણ તપાસ કરે અને તમામ જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે.

English summary
Arjun Modhwadia son daaru party and PSI Jadeja suspand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X