ભાજપા નેતાની દુકાનથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા

મહારાષ્ટ્રના થાણેમાં ભાજપા પદાધિકારીની દુકાનમાંથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા છે. કલ્યાણ અપરાધ શાખા ઘ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના થાણેમાં ભાજપા પદાધિકારીની દુકાનમાંથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા છે. કલ્યાણ અપરાધ શાખા ઘ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ચપ્પુ, તલવાર, છરા, બંદુકો જપ્ત કરી છે. ભાજપા પદાધિકારી ધનંજય કુલકર્ણીની દુકાનમાંથી આ હથિયારો મળી આવ્યા છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને આપ્યો પડકાર 'જો તમારી રગોમાં બાબા સાહેબ આંબેડકરનું લોહી દોડતું હોય તો..'

પોલીસને હથિયારોનો ખજાનો મળ્યો

પોલીસને હથિયારોનો ખજાનો મળ્યો

પોલીસને દુકાનમાંથી 62 સ્ટીલ અને પીતળ ધાતુના ફાયટર્સ, 38 બટન ચપ્પા, 25 ચોપર્સ, 10 તલવારી, 9 કુકી, 9 ગુપ્તી, 5 છરા, 3 કુહાડી, 1 કોયતા, અને એક એયરગન મળી આવી છે. ભાજપા નેતાની ગિફ્ટ શોપની દુકાનમાંથી 180 હથિયારો મળી આવ્યા છે.

ભાજપા નેતાની દુકાનમાં હથિયારો રાખ્યા હતા

ભાજપા નેતાની દુકાનમાં હથિયારો રાખ્યા હતા

ધનંજય કુલકર્ણી ડોમ્બિવલી શહેરના ઉપાધ્યક્ષ છે. ડોમ્બિવલીના મહાવીર નગરમાં ધનંજય કુલકર્ણીની દુકાન છે. આ દુકાનમાં કલ્યાણ અપરાધ શાખાને મોટી સંખ્યામાં હથિયારો મળ્યા. દુકાનમાંથી મળેલા હથિયારોને પોલીસે જપ્ત કરી લીધા છે, જેમાં વિદેશી પિસ્તોલ સહીત ઘણા ચપ્પા, છરા, કુહાડી અને તલવાર પણ શામિલ છે.

પોલીસ તપાસ કરી રહી છે

પોલીસ તપાસ કરી રહી છે

આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ચુકી છે. આ ઘટના અંગે ભાજપ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X