ઉદ્ધવ ઠાકરેને આપ્યો પડકાર 'જો તમારી રગોમાં બાલા સાહેબનું લોહી દોડતું હોય તો..'
ઉદ્ધવ ઠાકરેને અમિત શાહે આપ્યો પડકાર, શિવસેનાએ કર્યો પ્રહાર
મુંબઈઃ લોકસભા ચૂંટણી નજીક આવતા જ શિવસેના અને ભાજપ વચ્ચે નિવેદનબાજી તેજ થવા લાગી છે. કેટલાક દિવસ પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે સમય રહેતા જો તેમના સહયોગી તેમની સાથે સંગઠન નહિ કરે તો તેઓ એમને હરાવી પણ શકે છે. અમિત શાહે આ નિવેદન બાદ અન્ય પાર્ટીઓ ઉદ્ધવ ઠકરે દ્વારા આકરી પ્રતિક્રિયાની ઉમ્મીદ લગાવીને બેઠી હતી. મહારાષ્ટ્ર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જયંત પાટિલે અમિત શાહના આ નિવેદન બાદ શિવસેનાના પ્રમુખને પડકાર આપતા કહ્યું હતું કે જો તેમની રગોમાં બાલા સાહેબનું લોહી હોય તો તમે સવાર થતા જ રાજ્ય કેબિનેટથી અલગ થવાની ઘોષણા કરી દો. પાછલા રવિવારે અમિત શાહે કહ્યું હતું કે જો લોકસભા ચૂંટણીને લઈ કોઈ પ્રકારનું ગઠબંધન નથી થતું તો ભાજપ પૂર્વ સહયોગીને હરાવી શકે છે.

અમિત શાહે આપ્યો પડકાર
જ્યારે પાટિલે એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે શિવસેના સતત ભાજપને લઈને આક્રમક રહી છે. કેટલાક દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. તેમણે કહ્યું કે અમે જાણવા ઈચ્છીએ છીએ કે આખરે બંને વચ્ચે એ દરમિયાન શું વાત થઈ. પાટિલે કહ્યું કે હાલના સમયમાં દેશણાં ભાજપ અને પીએમ મોદીની કોઈ લહેર નથી. અમે ભાજપથી દેશ અને રાજ્યને બચાવવા માટે પરિવર્તન યાત્રાની શરૂઆત કરી છે.

ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે...
ઉલ્લેખનીય છે કે શિવસેના પણ પાછલા કેટલાક સમયથી ભાજપને લઈને આક્રમક થઈ છે. થોડો સમય પહેલા જ શિવસેનાએ રામ મંદિરને લઈને કહ્યું હતું કે ભાજપની પાસે હજુ પૂર્ણ બહુમત છે અને જો એવામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નથી થતું તો આગળ ક્યારેય નહિં થાય. એનડીટીવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ આ વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા થવું જોઈએ. સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપે ભારતને દગો આપ્યો છે. લાંબા સમયથી અમે લોકો રામ મંદિરના નામ પર વોટ માંગી રહ્યા છીએ.

સંજય રાઉતે કર્યો પ્રહાર
લોકસભા ચૂંટણી 2019 પહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જવું જોઈએ. જેથી લોકો ધર્મની રાજનીતિ કરવી બંધ કરી શકે. જણાવી દઈએ કે શિવસેનાનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તાજેતરમાં જ નવા વર્ષ પર એક ઈન્ટર્વ્યૂ દરમિયાન પીએમ મોદી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જ્યાર સુધી કાયદાકીય પ્રક્રિયા પૂરી નથી થઈ જતી ત્યાં સુધી અયોધ્યામાં ન તો રામ મંદિર નિર્માણનું કાર્યથઈ શકે છે કે ન તો સરકાર વટહુકમ લાવી શકે છે. સાથે જ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ કાર્યમાં વિલંબ થવા પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.












Click it and Unblock the Notifications
