For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુચ્છેદ 370, 35A હટ્યા બાદ સેના અને વાયુસેના હાઈ અલર્ટ પર

અનુચ્છેદ 370, 35A હટ્યા બાદ સેના અને વાયુસેના હાઈ અલર્ટ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અનુચ્છેદ 370 અને 35એ ખતમ કર્યા બાદ ભારતીય સેના અને વાયુસેનાને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોઈપણ રીતે અપ્રિય ઘટનાથી નિપટવા માટે સેનાને અલર્ટ પર રાખવાાં આવી છે. જ્યારે દેશભરના વિવિધ ભાગમાંથી જવાનોને એરલિફ્ટ કરી ઘાટી મોકલવામાં આવી રહ્યા છે. તમામ જવાનોને એરલિફ્ટ કરીને ઘાટીમાં મોકલવાનો સિલસિલો તેજીથી ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં અનુચ્છેદ 370 અને 35એ ખતમ કરવાની ઘોષણા કરી, જે બાદ ઘાટીમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાથી નિપટવા માટે જવાનોને એરલિફ્ટ કરી ઘાટીમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

article 370

જ્યારે બીજી તરફ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતનો પણ જેસલમેર પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે અને હવે તેઓ દિલ્હીમાં રહેશે. જનરલ રાવત આર્મી સ્કાઉટ માસ્ટર્સ કોમ્પિટિશનના પાંચમા એડિશનમાં આ પ્રવાસને ખતમ કરી દીધો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં બારતીય સેના સિવાય અરમેનિયા, બેલારુસ, ચીન, કઝાકિસ્તાન, રશિયા, ઉજબેકિસ્તાન અને સૂડાનની સેનાઓ પણ ભાગ લેનાર હતી.

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને ખતમ કરવાના પ્રસ્તાવને રાજ્યસભામાં પાસ પાસ કરી દીધો. આની સાથે જ જમ્મુ અને કાશ્મીરને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે. એટલું જ નહિ લદ્દાખ પણ જમ્મુ અને કાશ્મીરથી અલગ થઈ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. લદ્દાખને વિધાનસભા વિના જ કેન્દ્ર સાશિત પ્રદેશનો દરજ્જો મળ્યો છે. અમિત શાહ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખના લોકોની લાંબા સમયથી માંગ રહી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યોને હાંસલ કરી શકે.

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્યા અલગ કેન્દ્રશાસિત પ્રદેશમોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્યા અલગ કેન્દ્રશાસિત પ્રદેશ

English summary
army and air force are on high alert after revocation of article 370 and 35a
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X