For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ જતા પહેલાં આર્મી ચીફ નવરણેએ કહ્યું- બંને દેશની દોસ્તી મજબૂત થશે

નેપાળ જતા પહેલાં આર્મી ચીફ નવરણેએ કહ્યું- બંને દેશની દોસ્તી મજબૂત થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલી રહેલી કડવાહટ વચ્ચે આર્મી ચીફ નજરલ મનોજ મુકુંદ નવરણે કાલે એટલે કે ચાર નવેમ્બરે નેપાળ પહોંચી રહ્યા છે. નવરણેને આ યાત્રા દરમ્યાન જનરલ રેંકનો માનદ રેન્ક પ્રદાન કરવામાં આવશે. આ દરમ્યાન બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થસે અને સંબંધો સુધારવા પર બળ આપવામાં આવશે. જ્યારે આ પ્રવાસ પહેલા આર્મી ચીફ નવરણેનું કહેવું છે કે આનાથી બંને દેશની સેનાઓ મિત્રતાના મજબૂત બંધનમાં બંધાશે. આ દરમ્યાન તેમણે ધી જનરલ ઑફ ધી નેપાળ આર્મીનો માનદ રેંક આપી સન્માનિત કરવામાં આવશે.

navrane

મંગળવારે આર્મી ચીફ જનરલ નવરણેએ કહ્યું કે, 'આવા પ્રકારના આમંત્રણ પર નેપાળ જવા અને સમકક્ષ જનરલ પૂર્ણ ચંદ્ર તાપાને મળવાની મને ખુશી છે. મને વિશ્વાસ ચે કે આ યાત્રા બંને સેનાઓના બંધન અને મિત્રતા મજબૂત કરશે.' તેમણે આગળ કહ્યું કે, હું નેપાળના વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવતાં તેમનો આભારી છું. નેપાળના રાષ્ટ્રપતિ ધી જરલ ઑફ ધી આર્મીના સન્માનથી સન્માનિત કરાવવામાં આવનાર હોય મારા માટે આ બહુ સન્માનની વાત છે.

ઉલ્લેખનીય છે કે જનરલ નવરણે પોતાની યાત્રાના અંતિમ દિવસે વડાપ્રધાન ઓલીને પણ મળશે. તેઓ સૈન્ય પેવેલિયનમાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે, તેમને સલામી આપવામાં આવશે. જણાવી દઈએ કેભારતે આ વર્ષની શરૂઆતમાં નેપાળ સાથે વાતચીત રોકી દીધી હતી. નેપાળે આ વર્ષે જૂનમાં એક નવો નક્શો જાહેર કર્યો હતો જેમાં ભારતના કેટલાય ભાગોને નેપાળની હદમાં ગણાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે નેપાળમાં અતિ રાષ્ટ્રવાદી ભાવનાઓને ભડકાવવા માટે આવા પ્રકારના પગલાં પાછળ ચીનનો સહયોગ હતો.

English summary
Before leaving for Nepal, Army Chief Navrane said that the friendship between the two countries would be strengthened
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X