For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Army Day: રાષ્ટ્રપતિ-પીએમે આપી શુભકામના, 15 જાન્યુઆરીએ કેમ મનાવાય છે સેના દિવસ?

ભારતમાં 15 જાન્યુઆરીએ દર વર્ષે સેના દિવસ એટલે કે આર્મી ડે તરીકે મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Army Day 2021: ભારતમાં 15 જાન્યુઆરીએ દર વર્ષે સેના દિવસ એટલે કે આર્મી ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભારતીય ભૂમિ દળ દિવસ તરીકે મનાવે છે. ભારતીય સેના આ વર્ષે પોતાનો 73મો સ્થાપના દિવસ મનાવી રહી છે. હિંદુસ્તાનના ઈતિહાસમાં આ દિવસ ઘણો મહત્વનો માનવામાં આવે છે કારણકે આ દિવસે પહેલી વાર કોઈ ભારતીય ઈન્ડિયન આર્મીના કમાંડર ઈન ચીફ બન્યા હતા. આ પહેલા અંગ્રેજ જ આ પદ પર હતા. 15 જાન્યુઆરી, 1949ના રોજ લેફ્ટનેન્ટ જનરલ કેએમ કરિઅપ્પા પહેલા ભારતીય તરીકે કમાંડર ઈન ચીફ બન્યા હતા. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.

army day

Army Day 2021: જાણો કોણે શું કહ્યુ?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યુ, 'સેના દિવસ પર, ભારતીય સેનાના બહાદૂર પુરુષો અને મહિલાઓને શુભકામનાઓ. આ ખાસ દિવસે અમે તે બહાદૂરોને યાદ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનુ સર્વોચ્ચ બલિદાન આપ્યુ. ભારત સાહસી અને પ્રતિબદ્ધ સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે હંમેશા આભારી રહેશે.'

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'મા ભારતીની રક્ષામાં પળ-પળ તૈનાત દેશના પરાક્રમી સૈનિકો અને તેમના પરિવારજનોને સાથે સેના દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણી સેના સશક્ત, સાહસી અને સંકલ્પબદ્ધ છે. આપણી સેનાએ હંમેશા દેશનુ શિશ ગર્વથી ઉંચુ કર્યુ છે. સમસ્ત દેશવાસીઓ તરફથી ભારતીય સેનાને મારા નમન.'

આર્મી ડે પર ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ, 'અમે એ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ, જેમની ફરજ પ્રત્યે વીરતા અને સર્વોચ્ચ બલિદાને આપણને ખુદને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત કરવા માટે પ્રેરિત કરે છે.'

15 જાન્યુઆરીએ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે

15 જાન્યુઆરીએ આર્મી ડે એટલા માટે મનાવવામાં આવે છે કારણકે આ દિવસે 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેના સંપૂર્ણપણે બ્રિટિશ ભૂમિ દળથી મુક્ત થઈ ગયુ. ત્યારબાદ પહેલી વાર લેફ્ટનન્ટ જનરલ કેએમ કરિઅપ્પા પહેલા ભારતીય તરીકે કમાંડર ઈન ચીફ બન્યા હતા. કરિઅપ્પા આઝાદ ભારતના પહેલા સેના પ્રમુખ હતા. કેએમ કરિઅપ્પાને 'કિપ્પર' નામથી પણ બોલાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતના આઝાદ થયા બાદ બ્રિટિશ ઈન્ડિયન આર્મી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક પાકિસ્તાન આર્મી અને બીજી ઈન્ડિયન આર્મી. પરંતુ ત્યારબાદ તત્કાલીન પીએમ જવાહરલાલ નહેરુએ સર ફ્રાંસિસે ભારતમાં રોકાવા માટે કહ્યુ જેથી આવનારા વર્ષોમાં ઈન્ડિયન આર્મી સારી થઈ શકે. સર ફ્રાંસિસને જ ભારતીય સેનાના નવા કમાંડિંગ ચીફ પસંદ કરવાની જવાબદારી આપવામાં આવી હતી.

કોને લાગશે વેક્સીન, કોને નહિ, કેન્દ્રએ રાજ્યોને મોકલી લિસ્ટકોને લાગશે વેક્સીન, કોને નહિ, કેન્દ્રએ રાજ્યોને મોકલી લિસ્ટ

English summary
Army Day 2021 greetings Ram Nath Kovind and pm modi why army day is celebrated on 15 january.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X