Helicopter Crash : સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડમાં થયું ક્રેશ, બે ઘાયલ
Helicopter Crash : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રુવ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા, જેમાંથી બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલટને ઈજા થઈ, છે પરંતુ તેઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સેનાના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના કિશ્તવાડના મારવાહ વિસ્તારમાં બની હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ સંબંધિત પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
