કાશ્મીરના અનંતનાગમાં સેનાનું એન્કાઉન્ટર, કર્નલ, મેજર અને ડીએસપી શહીદ
કાશ્મીરમાં આતંકવાદ ખતમ થયો હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે ફરી એક વખત સેનાના જવાનોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. કાશ્મીરના અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં એક કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ આતંકવાદને ખતમ કરવા ઓપરેશન ચલાવી રહી છે ત્યારે રાજૌરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ છે.

કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ઘટનામાં સેના અને પોલીસમાં મોટી જાનહાનિના અહેવાલો આવી રહ્યા છે.
સમાચાર અનુસાર, અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના મેજર આશિષ અને ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા છે.
ભારતીય સેનાના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે, કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર અને ડીએસપી શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ 19 આરઆર કમાન્ડ કરી રહ્યા હતા.
ભારતીય સેના તરફથી જણાવાયુ છે કે, કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર શહીદ થયા છે. અધિકારી 19 આરઆર કમાન્ડ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ પણ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે. બાતમીના આધારે આ વિસ્તારમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન બાદ એન્કાઉન્ટર શરૂ થયુ છે.
#WATCH | J&K | Encounter has begun in Kokernag area of Anantnag. Kashmir Zone Police says that officers from the Army and J&K Police have sustained injuries.
— ANI (@ANI) September 13, 2023
(Visuals deferred by unspecified time) https://t.co/7Hb0aOHJPt pic.twitter.com/gjZQO26Yrq
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ખોખલા જાવા વચ્ચે ભારતીય સેના અને પોલીસના જવાનો સતત પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ પહેલા 12 સપ્ટેમ્બરે રાજૌરીમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
J&K | Encounter begins in Kokernag area of Anantnag. Officers from the Army and J&K Police injured. Details awaited pic.twitter.com/hlOusfPlu7
— ANI (@ANI) September 13, 2023
અહેવાલો અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 26 આતંકીઓ માર્યા ગયા છે. રાજૌરી-પૂંચ જિલ્લામાં સુરક્ષા દળોએ 26 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 10 સુરક્ષાકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
