રામ રહીમનું ગઢ સિરસામાં સેનાનો પ્રવેશ, 36 આશ્રમો સીલ

Posted By:
Subscribe to Oneindia News

બળાત્કારના કેસમાં જેલની હવા ખાઇ રહેલા ગુરમીત રામ રહીમના મુખ્યલયમાં સેનાએ પ્રવેશ કર્યો છે. સેના અને પોલીસે સિરસામાં આવેલા ડેરાના મુખ્યાલયમાં પ્રવેશ કરી રામ રહીમના સમર્થકોને બહાર નીકાળ્યા છે. સુત્રોની જાણકારી મુજબ ડેરાના 1 હજારથી વધુ સમર્થકો હાલ આ મુખ્યાલયમાં છે. વધુમાં જિલ્લા પ્રશાસન અને પોલીસ ડેરાના 36 જેટલા આશ્રમોને અત્યાર સુધીમાં સીલ કરી ચૂકી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી લાલ ખટ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને હાલ ગૃહ મંત્રાલય સાથે તેમની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

army march

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પંચકુલામાં સીબીઆઇની વિશેષ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યા હતા. અને હવે તેમને 28મી ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે. જો કે આ ચુકાદા પછી પાંચ રાજ્યોમાં તેમના સર્મથકોને ભાંગફોડ કરતા આ રાજ્યોમાં ધારા 144 લગાવવામાં આવી હતી. અને મોડી રાતે સેનાએ ડેરા સચ્ચા સોદાના મુખ્યાલયને ધેરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 32 લોકોની મોત થઇ ચૂકી છે. અને મોટી સંખ્યામાં જાનમાલનું નુક્શાન પણ થયું છે.

English summary
Army entered the premises of DeraSachaSauda HQ in Haryana Sirsa.
Please Wait while comments are loading...