ઘાટીમાં બે એનકાઉન્ટરમાં સેનાએ 4 લશ્કરના આતંકીઓને કર્યા ઠાર, ટીવી આર્ટિસ્ટ અમરીના હત્યારાનુ પણ મોત

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરમાં બે લશ્કરના આતંકીઓના જવાનોને ઠાર મારવામાં આવ્યા છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરમાં બે લશ્કરના આતંકીઓના જવાનોને ઠાર મારવામાં આવ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યુ કે ગઈ રાતે બે એનકાઉન્ટર થયા જેમાં લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આ એનકાઉન્ટર સૌઅરા શ્રીનગરમાં થયુ. આતંકીઓ પાસેથી એક એકે-47 અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. વળી, અવંતિપુરામાં થયેલા એનકાઉન્ટરમાં પણ લશ્કર એ તૈયબાના આતંકીઓને જવાનોએ ઠાર માર્યા છે. આ આતંકી ટીવી આર્ટિસ્ટ અમરીન ભટ્ટની હત્યા સાથે જોડાયેલા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સેનાએ 10 આતંકીઓને ઠાર કર્યા છે જેમાં લશ્કરના 7 આતંકી હતા અને જૈશ એ મોહમ્મદના 3 આતંકી હતા.

army

વિજય કુમારે જણાવ્યુ કે ટીવી કલાકાર અમરીન ભટ્ટની ઘાતકી હત્યાનો મામલો 24 કલાકમાં ઉકેલાઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ખીણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાં 7 આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના અને ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના છે. ગુરુવારે રાત્રે સૌરામાં અથડામણમાં લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે તેમની પાસેથી હથિયારો જપ્ત કર્યા છે.

શ્રીનગરના સૌરામાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ શાકિર અહેમદ વાઝા અને આફરીન આફતાબ મલિક તરીકે થઈ છે. આ લોકો પાસેથી શંકાસ્પદ વસ્તુઓ, હથિયારો, ગોળીઓ વગેરે મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરી ટીવી કલાકાર અમરીન ભટ્ટની બડગાંવના ચદૂરા વિસ્તારમાં કેટલાક અજાણ્યા આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે 10 વર્ષના ભત્રીજાને હાથમાં ગોળી વાગી હતી. તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X