J&K:બારામૂલા અને સોપોરમાં તપાસ અભિયાન, 1 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના સોપોર અને બારામુલા વિસ્તારમાં સેનાએ હાથ ધર્યું તપાસ અભિયાન
શનિવારની સવારથી જમ્મુ-કાશ્મીરના સોપોર અને બારામૂલા વિસ્તારમાં ભારતીય સેનાનું તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વિસ્તારોમાં આતંકીઓ હોવાના ઇનપુટને આધારે સેનાએ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. બે આંતકીઓ રાફિયાબાદ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા છે. માટે તપાસ અભિયાન હેઠળ, એક આખું ગામ ખાલી કરાવવામાં આવ્યું છે અને ગામને સેનાએ ચારેય દિશાએથી ઘેરી લીધું છે. આ અભિયાનમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.

તપાસ અભિયાન હેઠળ ગામડાના સ્થાનિક લોકોને ત્યાંથી જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ વિસ્તારમાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી હતી તથા જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પણ હાલ પુરતી બંધ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
