For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્નબની કથિત ચેટ લીક, પ્રશાંત ભૂષણે કહ્યુ - કાયદાનુ રાજ હોત તો અત્યારે જેલમાં હોત ગોસ્વામી

અર્નબ ગોસ્વામીની કથિત વૉટ્સએપ ચેટને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો શેર કરીને તેમના પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Republic Mediaના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી(Arnab Goswami)ની કથિત વૉટ્સએપ ચેટને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો શેર કરીને તેમના પર નિશાન સાધ્યુ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ ગોસ્વામીના વૉટ્સએપ ચેટનો સ્ક્રીનશૉટ શેર કરીને તેમના પર નિશાન સાધીને કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે અર્નબ ગોસ્વામી પોતાના પદનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને રાજકીય ગલીઓમાં પોતાની ઓળખનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરી રહ્યા છે.

arnab goswami

પ્રશાંત ભૂષણે આ સ્ક્રીનશૉટને ટ્વિટર પર શેર કરીને લખ્યુ છે, આ છે અર્નબ ગોસ્વામી અને બાર્કના સીઈઓ વચ્ચે વાતચીતના વૉટ્સએપ ચેટના અમુક સ્ક્રીનશૉટ. આ સ્ક્રીનશૉટમાં ઘણા ષડયંત્ર જોઈ શકાય છે કે કેવી રીતે અર્નબ ગોસ્વામીની સરકારમાં કેટલી ઓળખાણ છે. આ મીડિયાનો દૂરુપયોગ છે. અર્નબ મીડિયા અને પોતાની તાકાતનો ઉપયોગ કરીને બ્રોકર તરીકે કરી રહ્યો છે. જો કોઈ બીજા દેશમાં જ્યાં કાયદાનુ રાજ હોય તો ત્યાં અર્નબ ગોસ્વામી જેલમાં હોત. વળી, પ્રશાંતના આ ટ્વિટનો જવાબ આપીને પત્રકાર મીના દાસ નારાયણે પૂછ્યુ કે શું તમને આના પર વિશ્વાસ છે, શું તમે એક પણ કારણ આપી શકો છો કે છેવટે કેમ તમારા પર ભરોસો કરવો જોઈએ, એક દેશભક્ત પત્રકાર કે જે ભારત માટે ઉભા રહે છે તેના વિશે દેશદ્રોહી બોલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જે સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યા છે તેમાં અર્નબ ગોસ્વામી અન બાર્કના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે વાતચીત ચાલી રહી છે. લોકો આ વૉટ્સએપ લીકની સરખામણી રાડિયા ટ્રેપ સાથે કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે અર્નબ ગોસ્વામી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વૉટ્સએપ ચેટમાં કથિત રીતે અર્નબ ગોસ્વામી અને પાર્થો વચ્ચે ટીઆરપી રેટિંગ વિશે વાતચીત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ટીઆરપી સ્કેમની સુનાવણીને બૉમ્બે હાઈકોર્ટે 29 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. આ કેસની સુનાવણી 29 જાન્યુઆરીએ થશે. વળી, મુંબઈ પોલિસનુ કહેવુ છે કે આગામી સુનાવણી સુધી તે અર્નબ ગોસ્વામીને પકડી શકશે નહિ.

સિવિલ હોસ્પિટલમાં પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા થતા હોબાળોસિવિલ હોસ્પિટલમાં પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા થતા હોબાળો

English summary
Arnab Goswami alleged whatsapp chat screenshot goes viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X