For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કનોટ પ્લેસમાં ફેલાયો ગભરાટ, શો રૂમ ઉડાવી દેવાની ધમકી આપતા એકની ધરપકડ

કનોટ પેલેસ ખાતે એક વ્યક્તિ મોબાઈલ શોરૂમમાં ઘુસી ગયો અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મંગળવારની સાંજે ધનતેરસના દિવસે દિલ્હી પોલીસમાં અચાનક ખડભળાટ મચી ગયો હતો. કનોટ પેલેસ ખાતે એક વ્યક્તિ મોબાઈલ શોરૂમમાં ઘુસી ગયો અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ફરીદાબાદનો રહેવાસી કમલ આર્ય (32) સાંજે લગભગ 4.15 કલાકે રાજીવ ચોક પાસેના એક શોરૂમમાં ઘુસ્યો હતો અને બાદમાં તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

showroom

બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આરોપી યુવકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે સમગ્ર શોરૂમની પણ સઘન તપાસ કરી હતી.

બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. ઘટના અંગે ડેપ્યુટી પોલીસ કમિશ્નર દીપક યાદવે જણાવ્યું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કમલ આર્યને પકડી લીધો હતો. તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આરોપીનું વર્ણન કરતાં અધિકારીએ કહ્યું કે, કમલ આર્યએ દાવો કર્યો કે, તે આત્મઘાતી બોમ્બર હતો. તેણે એક થેલી લીધી અને બટન દબાવીને વિસ્તારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં તેની બેગની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી બોમ્બ મળ્યો ન હતો. યાદવના જણાવ્યા અનુસાર, સાવચેતીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.

આ અધિકારી કહ્યું કે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સંયુક્ત રીતે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પોલીસ યુવક પાસેથી તે જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે, તેણે આવું કેમ કર્યું? જો કે, આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. આ સાથે જ યુવકની વાત માનીએ તો ગુસ્સે થઈને શોરૂમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

English summary
Youth arrested for threatening to blow up mobile showroom of Conn-aught Place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X