For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CRPF હેલ્પલાઇન નંબર પર પાકિસ્તાનીઓ ગાળો આપી રહ્યા છે

જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટથી સંદેશાવ્યવહાર સેવા બંધ છે, જેના કારણે ખીણના લોકો બહાર રહેતા તેમના પ્રિયજનોનો સંપર્ક કરવામાં અસમર્થ છે

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટથી સંદેશાવ્યવહાર સેવા બંધ છે, જેના કારણે ખીણના લોકો બહાર રહેતા તેમના પ્રિયજનોનો સંપર્ક કરવામાં અસમર્થ છે, જ્યારે દેશના બાકીના ભાગમાં રહેતા લોકો પણ જમ્મુ-કાશ્મીરમાં તેમના પ્રિયજનોનો સંપર્ક કરવામાં અસમર્થ છે. જો કે, ખીણમાં ઘણા સ્થળોએ સંદેશાવ્યવહાર સેવાને પુનર્સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તે દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ઘ્વારા એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. જેમાં પર કોલ કરીને તમે તમારા પ્રિયજનોનો હાલચાલ જાણી શકો છો, આ હેલ્પલાઇન નંબર 14411 અને 9469793260 છે.

હેલ્પલાઇન નંબર પર પાકિસ્તાનીઓ ગાળો આપી રહ્યા છે

હેલ્પલાઇન નંબર પર પાકિસ્તાનીઓ ગાળો આપી રહ્યા છે

પરંતુ આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘણા પાકિસ્તાનીઓ કાશ્મીરીઓ માટે સીઆરપીએફ દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઈન પર કોલ કરીને ગાળો આપી રહ્યા છે અને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. સીઆરપીએફ અનુસાર, 11 થી 16 ઓગસ્ટની વચ્ચે, 7,071 કોલ આવ્યા હતા, જેમાંથી 171 કોલ્સ ભારતની બહારથી કરવામાં આવ્યા હતા.

જનજીવન પાછું નોર્મલ થઇ રહ્યું છે

જનજીવન પાછું નોર્મલ થઇ રહ્યું છે

આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સોમવારથી શાળાઓ ખોલવામાં આવી છે અને જીવન ધીરે ધીરે પાટા પર ફરી રહ્યું છે. કેન્દ્ર સરકારનો જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂરો કરવાનો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણયને કારણે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં કર્ફ્યુ જેવી સ્થિતિ હતી, જેના કારણે રાજ્યની તમામ શાળાઓ 5 ઓગસ્ટથી બંધ હતી.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે ત્યારથી, પાકિસ્તાન ગુસ્સે થયું છે, તેના ઘ્વારા ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જેના પર હવે રાજનાથ સિંહે વળતો જવાબ આપ્યો છે. જેમણે રવિવારે હરિયાણાના કાલકામાં એક જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીત થશે, તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર હશે.

આર્ટિકલ 370 ખતમ કર્યો

આર્ટિકલ 370 ખતમ કર્યો

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનું બિલ રાજ્યસભા અને લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે રજૂ કર્યું હતું, હવે નવા કાયદા હેઠળ કલમ 370 નો એક જ વિભાગ જમ્મુ-કાશ્મીર પર લાગુ થશે, હવે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થઇ ગયું છે અને આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો હશે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 15 દિવસ પછી સ્કૂલ ખુલ્યા, વિધાર્થીઓની સંખ્યા ઓછી

English summary
Article 370: Pakistanis dial crpf helpline number to abuse india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X