ઓમર પર વરસ્યા અડવાણી, 'ધોખા' શબ્દપ્રયોગ નહીં કરવા સલાહ

અડવાણીએ શુક્રવારે પોતાના બ્લોગમાં જમ્મૂ-કાશ્મિરના મુદ્દે સંવિધાન સભામાં થયેલી ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, પંડિત નહેરુની જીદના કારણે છે આ જોગવાઇ. તેનો ઉલ્લેખ કરતા અડવાણીએ ઓમરને જણાવ્યું કે જ્યારે સંવિધાન સભામાં ધારા 370ની ચર્ચા થઇ હતી, ત્યારે જનસંઘ બન્યું પણ નહોતુ. તેમ છતાં ડ્રાફ્ટ કમેટિમાં થયેલી ચર્ચા દરમિયાન આખી કોંગ્રેસ પાર્ટી આ પ્રસ્તાવની વિરોધમાં હતી.
તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના અંગત સચિવ વી શંકરના પુસ્તક 'માઇ રેમનિસંસ ઓફ સરદાર પટેલ'નો હવાલો આપતા અડવાણીએ કહ્યું કે, નહેરુ વિદેશ યાત્રા પર ગયા તે પહેલા ઓમર અબ્દુલાહના દાદા શેખ અબ્દુલાહ સાથે મળીને મસૌદાને અંતિમ રૂપ આપ્યું હતું. સવિંધાન સભાની સામે મસૌદાની ચર્ચા માટે 1949માં આવ્યો. ચર્ચા દરમિયાન નહેરુ વિદેશ પ્રવાસ પર હતા અને તેમના સાથી કોંગ્રેસી નેતા ગોપાલસ્વામી અયંગરે મસૌદા પર આવેલી પ્રતિક્રિયા પર જવાબ આપવાનો હતો. અડવાણીનું કહેવું છે કે, પટેલ તેની વિરોધમાં હતા, પરંતુ બાદમાં એમ કહીને તેઓ શાંત થઇ ગયા કે, આંતરરાષ્ટ્રીય જટિલતાઓના કારણે માત્ર અસ્થાયી દ્રષ્ટિકોણ બનાવી શકાય છે.












Click it and Unblock the Notifications
