અરુણ જેટલીની તબિયત લથડતાં AIIMSમાં દાખલ કરાયા, મોદી મળવા પહોંચ્યા

અરુણ જેટલીની તબિયત લથડતાં AIIMSમાં દાખલ કરાયા, મોદી મળવા પહોંચ્યા

નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળના નાણામંત્રી રહી ચૂકેલ અરુણ જેટલીને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે અરુણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરુણ જેટલીની ટ્રીટમેન્ટ એંડોક્રિનોલોજિસ્ટ નોફ્રોલૉજિસ્ટ અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ થઈ રહી છે. કાર્ડિયોલૉજીના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વીકે બહલની દેખરેખમાં અરુણ જેટલીનો ઈલાજ ચાલી રહ્યો છે. જેટલીના હાલ જાણવા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે.

arun jaitley

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભા સ્પીકર ઓમ બિરા પણ AIIMS પહોંચ્યા છે. અમિત શાહ બાદ પીએમ મોદી પણ એમ્સ પહોંચ્યા છે. છેલ્લા ઘણા સમયથી અરુણ જેટલી અસ્વસ્થ છે અને આ કારણે જ મોદી સરકારની બીજી ટર્મમાં તેમણે મોદી કેબિનેટમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. અરુણ જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને મંત્રિમંડળમાં સામેલ થવાની ના પાડી દીધી હતી.

અરુણ જેટલીએ ટ્વિટર પર ચિઠ્ઠી શેર કરતા લખ્યું હતું કે 'પાછલા 18 મહિનાથી હું બીમાર છું. મારી તબિયત ખરાબ છે. માટે મને મંત્રી બનાવવા પર વિચાર ન કરો.' 30મી મેના રોજ પીએમ મોદી અને તેમના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા.

અરુણ જેટલીએ લખ્યું કે, 'તમારી આગેવાનીમાં 5 વર્ષ કામ કરવાનો અનુભવ બહુ સારો રહ્યો. અગાઉ પણ એનડીએ સરકારમાં મને જવાબદારી આપવામાં આવી હતી. સરકાર સિવાય સંગઠન અને વિપક્ષના નેતાના રૂપમાં મને મહત્વની જવાબદારીઓથી નવાજવામાં આવ્યો. હવે મારે કંઈ નથી જોઈતું.'

ખરાબ તબિયતનો હવાલો આપતા અરુણ જેટલીએ આગળ લખ્યું હતું કે, 'હું ઔપચારિક રૂપે અનુરોધ કરવા માટે લખી રહ્યો છું કે મારે ઈલાજ અને સ્વાસ્થ્ય માટે યોગ્ય સમય જોઈએ છે અને માટે હું નવી સરકારમાં કોઈપણ જવાબદારીનો ભાગ બનવા નથી માંગતો. જે બાદ નિશ્ચિત રીતે મારી પાસે ઘણો સમય હશે, જેમાં હું અનૌપચારિક રૂપે સરકાર કે પાર્ટીમાં કોઈપણ સહયોગ કરી શકું છું.'

મોદી એમ્સ પહોંચ્યા

આ પણ વાંચો- J&K: મોદીની જાળમાં ફસાયા ઈમરાન, રડે તો કોની પાસે

જણાવી દઈએ કે અરુણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જે બાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે, જેની સર્જરી માટે તેઓ આ વર્ષના જાન્યુઆરી માસમાં અમેરિકા પણ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X