For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીની હાલત ખૂબ નાજુક, વેંટિલેટરથી હટાવીને લાઈફ સપોર્ટ પર રખાયા

દિલ્લીની એમ્સમમાં ભરતી પૂર્વ નાણામંત્રી અને ભાજપ નેતા અરુણ જેટલીની હાલત ખૂબ નાજુક થઈ રહી છે. એમ્સના સૂત્રો મુજબ અરુણ જેટલીને વેંટિલેટર પરથી હટાવીને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની એમ્સમમાં ભરતી પૂર્વ નાણામંત્રી અને ભાજપ નેતા અરુણ જેટલીની હાલત ખૂબ નાજુક થઈ રહી છે. એમ્સના સૂત્રો મુજબ અરુણ જેટલીને વેંટિલેટર પરથી હટાવીને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અરુણ જેટલીની તબિયત બગડ્યા બાદ ગઈ 9 ઓગસ્ટના રોજ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાતે ગૃહમંત્રી અમિત શાહ અરુણ જેટલીની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. વળી,બસપા સુપ્રીમો માયાવતી અને સતીષ મિશ્રા પણ શનિવારે અરુણ જેટલીના હાલ જાણવા પહોંચ્યા છે. સમાચાર છે કે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ પણ એમ્સ પહોંચ્યા છે. જો કે હોસ્પિટલ તરફથી અરુણ જેટલી વિશે કોઈ હેલ્થ બુલેટિન હજુ સુધી જારી કરવામાં આવ્યુ નથી.

ઈસીએમઓ પર રાખવામાં આવ્યા અરુણ જેટલી

ઈસીએમઓ પર રાખવામાં આવ્યા અરુણ જેટલી

એમ્સના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અરુણ જેટલીને ઈસીએમઓ (એક્સ્ટ્રા કૉર્પોરિયલ મેમબ્રેન ઓક્સિજન) જેને એક્સ્ટ્રા કૉર્પોરિયલ લાઈફ સપોર્ટ પણ કહેવામાં આવે છે તેના પર રાખવામાં આવ્યા છે. આ એ દર્દીઓને લાંબા સમય સુધી હ્રદય અને શ્વાસ લેવામા મદદ આપવાની એક એકસ્ટ્રા કૉર્પોરિયલ ટેકનિક છે જે દર્દીને હ્રદય અને ફેફસા જીવન ચલાવવા માટે કામ કરવામાં અસમર્થ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ જેટલીને મળવા એમ્સ પહોંચ્યા હતા.

અરુણ જેટલીને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા

અરુણ જેટલીને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા

છેલ્લા એક અઠવાડિયાથી એમ્સમાં ભરતી અરુણ જેટલીને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક વધુ ખરાબ થઈ ગઈ. ત્યારબાદ તેમનો ઈલાજ કરી રહેલા એમ્સના વરિષ્ઠ ડૉક્ટરોએ ઉતાવળમાં દવાઓનો ડૉઝ વધારવાનો નિર્ણય લઈ લીધો. સૂત્રો મુજબ અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. વાસ્તવમાં જેટલીના ફેફસામાં પાણી જમા થઈ રહ્યુ છે જેના કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ડૉક્ટરોએ તેમને વેંટિલેટર પર રાખ્યા હતા. જેટલીને ફેફસામાંથી પાણી કાઢવામાં આવી રહ્યુ છે પરંતુ વારંવાર પાણી ફેફસામાં જમા થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ ઘણીવાર પુરુષ કરે છે ગ્રુમિંગ સાથે જોડાયેલી આ ભૂલોઆ પણ વાંચોઃ ઘણીવાર પુરુષ કરે છે ગ્રુમિંગ સાથે જોડાયેલી આ ભૂલો

સતત ખરાબ તબિયત સામે ઝઝૂમી રહ્યા છે જેટલી

સતત ખરાબ તબિયત સામે ઝઝૂમી રહ્યા છે જેટલી

આ પહેલા શુક્રવારે એમ્સ તરફથી સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યુ હતુ જેમાં જેટલીને હેમોડાયનેમિકલી સ્ટેબલ બતાવવામાં આવ્યા હતા. તેનો અર્થ થાય છે કે દર્દીનુ બ્લડ પ્રેશર અને પલ્સ બરાબર કામ કરી રહ્યા છે. જો કે બાદમાં એમ્સ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. જેટલી છેલ્લા દોઢ-બે વર્ષથી સતત પોતાના ખરાબ આરોગ્ય સામે ઝઝૂમી રહ્યા છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહી ચૂકેલા 67 વર્ષના અરુણ જેટલીએ લોકસભા ચૂંટણી બાદ પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને એનડીએ-2માં મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. હાલમાં તે રાજ્યસભાના સાંસદ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે ઈલાજ માટે દેશમાંથી બહાર ગયા હતા, તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ.

English summary
Arun Jaitley Condition Critical In Aiim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X