• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા જેટલી?

|

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. અરુણ જેટલીની ઓળખ એક વિદ્વાન, કાનૂની કાણકાર અને અુભવી રાજનેતા તરીકે રહી છે. 9 ઓગસ્ટે તબિયત લથડ્યા બાદ તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાય દિવસ સધી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. એમ્સમાં દાખલ રહેવા દરમિયાન ભાજપના મોટા નેતાઓ સિવાય કેટલાય અન્ય દળોના નેતા પણ તેમને મળવા પહોંચ્યા હતા. અરુણ જેટલીની ઓળખ કાનૂનના જાણકાર અને એક અનુભવી રાજનેતા તરીકે થઈ રહી છે. અરુણ જેટલી જ હતા જેમણે વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટીને લાગૂ કરવામાં પ્રભાવી ભૂમિકા નિભાી હતી. આવો જાણીએ કે અરુણ જેટલી પોતાના પરિવાર માટે કુલ કેટલી સંપત્તિ છોડી ગયા છે.

111 કરોડની સંપત્તિના માલિક હતા જેટલી

111 કરોડની સંપત્તિના માલિક હતા જેટલી

એડીઆરથી મળેલ જાણકારી મુજબ અરુણ જેટલી લગભગ 111 કરોડ, 66 લાખની સંપત્તિના માલિક હતા. ચૂંટણઈ પંચને 2018માં આપેલ શપથ-પત્ર મુજબ અરુણ જેટલી પાસે 10 લાખ અને તેમની પત્ની પાસે 5 લાખની રોકડ રકમ હતી. આ ઉપરાંત બંને પાસે 8 બેંક ખાતમાં લગભગ 19 કરોડ રૂપિયાનું બેંક ડિપોઝિટ છે. અરુણ જેટલી ઉપર લગભગ 8 કરોડ રૂપિયાનો કરજો પણ હતો. જેટલી અને તેની પત્નીએ લગભગ 52 લાખ રૂપિયા પીપીએફમાં જમા કરાવ્યા હતા.

બેંકથી લીધી 8 કરોડની લોન

બેંકથી લીધી 8 કરોડની લોન

અરુણ જેટલી પાસે બે મર્સિડીઝ અને એક ટોયોટા ફોર્ય્યૂનર ગાડી છે, જેની કિંમત 1 કરોડ 68 લાખ રૂપયા છે. અરુણ જેટલી અને તેની પત્ની પાસે કુલ મળી 1 કરોડ, 61 લાખ રૂપિયાના ઘરેણા પણ છે. આ ઉપરાંત અરુણ જેટલી અને તેની પત્નીના નામે 12 કરોડ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડિંગ, 64 કરોડ 40 લાખ રૂપિયાની આવાસીય બિલ્ડિંગ અને 90 લાક રૂપિયાની બિનકૃષિ લાયક જમીન છે. અરુણ જેટલીએ બેંકથી 8 કરોડ 69 લાખ રૂપિયાની લોન પણ લીધેલ હતી.

એમ્સમાં ઈસીએમઓ પર હતા અરુણ જેટલી

એમ્સમાં ઈસીએમઓ પર હતા અરુણ જેટલી

જણાવી દઈએ કે પાછલા કેટલાય દિવસોથી દિલ્હી એમ્સમાં દાખલ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત બહુ નાજુક હતી. તેમને ગત 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધુ લથડ્યા બાદ અરુણ જેટલીને વેંટિલેટરથી હટાવી ઈસીએમઓ (એક્સ્ટ્રા કૉરપોરિયલ મેમબ્રેન ઑક્સિજનેશન), જેના એક્સ્ટ્રા કૉરપોરિયલ લાઈફ સપોર્ટ પણ કહેવાય છે, તેના પર રાખવામાં આ્યા હતા. આ સિસ્ટમ એવા મરીજોને લાંબા સમય સુધી હ્રદયની ગતિવિધિઓ અને શ્વાસ લેવામાં સહાયતા પ્રદાન કરવાની એક એક્સ્ટ્રા કૉરપોરિયલ ટેક્નિક છે, જે દર્દીઓનું દિલ અને ફેફસાં જીવનને બનાવી રાખવા માટે કામ કરવામાં અસમર્થ થવા લાગે છે. ગત શુક્રવારે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ પણ અરુણ જેટલીને મળવા એમ્સ પહોંચ્યા હતા.

શાહ બોલ્યા- મારા માટે વ્યક્તિગત ક્ષતિ

શાહ બોલ્યા- મારા માટે વ્યક્તિગત ક્ષતિ

અરુણ જેટલીના નિધન પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'અરુણ જેટલીના નિધનથી અત્યંત દુઃખી છું. અરુણ જેટલીનું જવું મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે. તેમના રૂપમાં મેં માત્ર સંગઠનનો એક વરિષ્ઠ નેતા જ નથી ગુમાવ્યા બલકે પરિવારના એક એવા અભિન્ન સભ્યને પણ ગુમાવ્યા છે જેનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી પ્રાપ્ત થતું રહ્યું. ખુશમિજાજ વ્યક્તિત્વ વાળા જેટલીને મળવું અને તેની સાથે વિચાર વિમર્શ કરવા તમામ માટે સુખદ અનુભવ થતો હતો. આજે તેમના જવાથી દેશની રાજનીતિ અને ભારતીય જનતા પા્ટીમાં એક એવી રિક્તતા આવી છે જેની કોઈ ભરપાઈ થવી જલદી શક્ય નથી. પોતાના અદ્વિતીય અનુભવ અને ક્ષમતાથી અુણ જેટલીએ સંગઠન અને સરકારમાં વિવિધ દાયિત્વોનું નિર્વાહ કર્યું. એક પ્રખર વક્તા અને સમર્પિત કાર્યકર્તા અરુણ જેટલીજીએ દેશના નાણામંત્રી, રક્ષામંત્રી અને રાજ્ય સભામાં નેતા વિપક્ષ જેવા મહત્વપૂર્ણ પદોની પૂરી કુશળતાથી નિભાવી.'

આ ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા હતા અરુણ જેટલી

પીએમના વિદેશ પ્રવાસ પર પરિયોજનાની આ અપીલ કરી

પીએમના વિદેશ પ્રવાસ પર પરિયોજનાની આ અપીલ કરી

જ્યારે પીએમ મોદીએ અરુણ જેટલીના નિધન પર દુખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું, 'જેટલી એક રાજનૈતિક દિગ્ગજ હતા, જે બૌદ્ધિક અને કાનૂની રૂપથી મજબૂત હતા. તેઓ એક પ્રખર નેતા હતા, જેમણે સ્થાઈ યોગદાન આપ્યું. તેમના જવાથી બહુ દુઃખી છું. અરુણ જેટલીના પત્ની સંગીતા અને દીકરા રોહન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. જણાવી દઈએ કે પીએમ મોદી હાલ પોતાના વિદેશ પ્રવાસ પર છે. તેમણે જેટલીની પત્ની અને દીકરા સાથે વાત કરી તો તેમણે પીએમ મોદીને પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરવાની અપીલ કરી. પીએમ મોદી બે દિવસીય ફ્રાન્સનો પ્રવાસ પૂરો કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે યૂએઈ પહોંચ્યા.'

આ માટે પીએમ મોદીના સંકટમોચક હતા અરુણ જેટલી

English summary
arun jaitley left property worth more then 111 crore for his family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X