પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીનુ નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. 12 વાગીને સાત મિનિટે તેમનુ નિધન થયુ.
પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીનુ એમ્સ હોસ્પિટલમાં શનિવારે નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 12 વાગીને સાત મિનિટે તેમનુ નિધન થયુ. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. શુક્રવારે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી.

તબિયત લગભગ દોઢ વર્ષથી ખરાબ
જેટલીની તબિયત લગભગ દોઢ વર્ષથી ખરાબ છે. અરુણ જેટલીનું ગયા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. તે સમયે રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પિયુષ ગોયલે જ ત્યારે બજેટ રજૂ કર્યુ રહતુ. ખરાબ આરોગ્યના કારણે જ તેમણે પીએમ મોદીને પત્ર લઈને કેબિનેટમાં શામેલ ન કરવાની અપીલ કરી હતી.
|
9 ઓગસ્ટથી એમ્સમાં હતા ભરતી
અરુણ જેટલીના હાલ જાણવા માટે માત્ર સત્તા પક્ષના નેતા જ નહિ પરંતુ વિપક્ષી દળના તમામ નેતા પણ એમ્સ પહોંચ્યા હતા. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ્સ જઈને જેટલીના ખબર પૂછ્યા હતા. જ્યારે બિહારના સીએમ નીતિશ કુમાર પણ જેટલીના ખબર પૂછવા એમ્સ પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એમ્સ પહોંચીને ખબર પૂછ્યા હતા.

રાજ્યસભા સાંસદ હતા અરુણ જેટલી
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનુ આજે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. તે છેલ્લા એક-દોઢ વર્ષથી સતત બિમાર હતા. 9 ઓગસ્ટના રોજ વધુ તબિયત ખરાબ થવા પર તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મોદી મંત્રીમંડળનો મહત્વનો ભાગ રહેલા જેટલીએ આ વખતે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કર્યો હતો. આ પહેલા તે વાજપેયી સરકારમાં મંત્રી રહ્યા હતા. જેટલીની ઓળખ રાજનીતિ સાથે સાથે એક મોટા વકીલની પણ રહી. તે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ હતા. તેમના પરિવારમાં પત્ની સંગીતા જેટલી અને બે બાળકો રોહન અને સોનાલી છે.












Click it and Unblock the Notifications
