આ ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા હતા અરુણ જેટલી
આ ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા હતા અરુણ જેટલી
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. અરુણ જેટલીની ઓળખ એક વિદ્વાન, કાનૂની કાણકાર અને અુભવી રાજનેતા તરીકે રહી છે. 9 ઓગસ્ટે તબિયત લથડ્યા બાદ તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાય દિવસ સધી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

સૉફ્ટ ટિશ્યૂ કેન્સર નામની ખતરનાક બીમારી
અરુણ જેટલી લગભગ 2 વર્ષથી બીમાર હતા. તેમને સૉફ્ટ ટિશ્યૂ કેન્સર નામની ખતરનાક બીમારી હતી. કિડની સંબંધી બીમારીને પગલે ગત વર્ષે અરુણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. પરંતુ કિડનીની બીમારી સાથે કેન્સરે તેમના સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કર્યું. લાંબા સમયથી બીમાર રહેલ જેટલીને કેટલીય વખત એમ્સમાં દાખલ કરવામાં આવી ચૂક્યા હતા. બીમાર રહેવાના કારણે જેટલીએ કેબિનેટમાં સામેલ થવાની ઈચ્છા પણ નહોતી જતાવી. જો કે બીમારી છતાં તેઓ વિવિધ મુદ્દે સોશિયલ મીડિયા પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા રહેતા હતા. ટ્રિપલ તલાક બિલ પાસ થવા પર પણ તેમણે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

9 ઓગસ્ટે એમ્સમાં દાખલ થયા હતા જેટલી
ઘભરાહટ અને બેચૈનીની ફરિયાદ બાદ પૂર્વ નાણામંત્રીને 9 ઓગસ્ટે સવારે 10 વાગ્યે એમ્સના કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એન્ડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ જેટલીના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી, અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એમ્સ જઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. વિપક્ષી દળોના કેટલાય નેતા પણ તેમને મળવા એમ્સ પહોંચ્યા હતા.

શું છે સૉફ્ટ ટિશ્યૂ સાર્કોમા
જણાવી દઈએ કે આપણા શરીરમાં કેટલાય પ્રકારના સૉફ્ટ ટિશ્યૂ ટ્યૂમર હોય છે, પરંતુ તમામ કેન્સર નથી હોતા. તે શરીરને બીજા ભાગમાં ફેલાય પણ નથી શકતા, પરંતુ જ્યારે આ ટ્યૂમર વિકસિત થઈ જાય છે તો તેાં સાર્કોમા શબ્દ પણ જોડાઈ જાય છે, જે હાડકાં અને માંસપેશિઓના ટિશ્યૂથી શરૂ થાય છે. સૉફ્ટ ટિશ્યૂ કેન્સર સાર્કોમા નર્વ્સ, મસલ્સ, ટિશ્યૂ સર્કોમા, ફાઈબર ટિશ્યૂમાં વિકસિત થાય છે. માનવામાં આવે છે કે સૉફ્ટ ટિશ્યૂ કેન્સરની શરૂઆત પગ કે હાથથી થાય છે, પરંતુ આ શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે. શરીરના કોઈ ભાગમાં ગાંઠ દેખાવી, પેટમાં દુઃખાવો ધીરે-ધીરે વધવો, ઉલટી આવવા પર લોહી નિકળવું વગેરે આ બીમારીના લક્ષણ છે.












Click it and Unblock the Notifications
