જયપૂરથી લોકસભાની ચૂંટણી લડશે અરુણ જેટલી

બ્રાહ્મણ હોવાના કારણે ગિરધારીલાલ ભાર્ગવ આ બેઠક પરથી છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 2009માં કોંગ્રેસના મહેશ જોશીએ આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ પણ બ્રાહ્મણ ફેક્ટરના કારણે જીત્યા હોવાનું મનાય છે.
જેટલીની ઓળખ જાણીતા વકીલની સાથે સાથે શાનદાર રાજનૈતિક અને વક્તાના રૂપમાં છે. તેઓ રાજ્યસભા માટે ત્રણવાર ચૂંટાઇ આવ્યા છે પરંતુ લોકસભાની ચૂંટણી તેમણે એક વખત પણ નથી લડી. 1974માં તેમણે પહેલીવાર દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી હતી. તેઓ જીતીને વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ પણ બન્યા હતા. 1975માં કટોકટી વખતે 19 મહિનાઓ સુધી તેઓ તિહાડ જેલમાં રહ્યા.
જેટલીના ફ્યૂચર પ્લાનને લઇને ઘણા સમયથી અટકળો લાગી રહી હતી. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર પડકાર આપવા માટે ભાજપાએ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે.












Click it and Unblock the Notifications
