For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Arun Valmiki case : પોલીસે પ્રિયંકા ગાંધીને આગ્રા જતા અટકાવ્યા

ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કસ્ટડીમાં કથિત રીતે એક સફાઈ કામદાર અરુણ વાલ્મીકીના મોતના કેસમાં રાજકારણ શરૂ થયું છે.

|
Google Oneindia Gujarati News

Arun Valmiki Case : ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કસ્ટડીમાં કથિત રીતે એક સફાઈ કામદાર અરુણ વાલ્મીકીના મોતના કેસમાં રાજકારણ શરૂ થયું છે. પીડિત પરિવારને મળવા માટે આગ્રા જઈ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને યમુના એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું.

Arun Valmiki case

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ખુદ પોલીસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, તેઓ કંઈ પણ કરી શકતા નથી. તેમના અધિકારીઓ પણ જાણે છે કે, આ ખોટું છે, તેની પાછળ કાયદો અને વ્યવસ્થાનો કોઈ મુદ્દો જ નથી. દરેક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે કલમ 144 છે.

પોલીસ પર કાર્યવાહી, પીડિત પરિવારને વળતર આપવાની માગ

પોલીસ પર કાર્યવાહી, પીડિત પરિવારને વળતર આપવાની માગ

કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી અને સપા પ્રમુખ અને પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે રાજ્યની યોગી સરકાર સાથે પોલીસ વિભાગપર આકરા પ્રહારો કર્યા છે. બીજી તરફ વાલ્મીકી સમાજના આગેવાનો અને મૃતક અરુણ વાલ્મીકીના સંબંધીઓએ બે કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.

ઉલ્લેખનીયછે કે, 20 ઓક્ટોબર, બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ઘટના બાદ ટ્વીટ કરીને સરકારને પૂછ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં કોઈની હત્યા કરીવી એ ક્યાંનોન્યાય છે?

પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, 'આગ્રા પોલીસ કસ્ટડીમાં અરુણ વાલ્મીકીના મૃત્યુની ઘટના નિંદનીય છે. ભગવાન વાલ્મીકિ જયંતિના દિવસે, યુપી સરકારે તેમના સંદેશા વિરુદ્ધકાર્યવાહી કરી છે. ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ અને પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ અને પીડિત પરિવારને વળતર મળવું જોઈએ.

માયાવતીએ દોષિતોને કડક સજા કરવાની માગ કરી

માયાવતીએ દોષિતોને કડક સજા કરવાની માગ કરી

બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં એક સ્વચ્છતા કર્મચારીનું મૃત્યુ ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. યુપી સરકારે દોષિતોને કડકસજા આપવી જોઈએ અને પીડિત પરિવારને દરેક રીતે મદદ કરવી જોઈએ, બસપા આ માટે માગ કરી રહ્યું છે.

જગદીશપુર પોલીસે સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની અટકાયત કરી હતી

જગદીશપુર પોલીસે સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની અટકાયત કરી હતી

ઉલ્લેખનીય છે કે, 25 લાખની ચોરીના કેસમાં જગદીશપુર પોલીસે સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની અટકાયત કરી હતી.

મંગળવારની રાત્રે પોલીસ કસ્ટડીમાં તેનું મોતથયું હતું. અરુણ વાલ્મીકીના મૃત્યુ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો હતો. આ સાથે જ વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે. હોબાળો થવાની આશંકાને જોતાજગદીશપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને યોગી સરકાર અને રાજ્યની પોલીસ પર પ્રહાર કર્યા

અખિલેશ યાદવે ટ્વીટ કરીને યોગી સરકાર અને રાજ્યની પોલીસ પર પ્રહાર કર્યા

યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ ઘટના પર ટ્વીટ કરીને યોગી આદિત્યનાથ સરકાર અને રાજ્યની પોલીસ પર પ્રહાર કર્યાછે. અખિલેશ યાદવે પૂછ્યું કે, જો પોલીસ પોતે ભાજપ સરકારમાં ગુનાઓ કરી રહી છે, તો પછી ગુનાઓ કેવી રીતે અટકશે? આગ્રામાં સૌપ્રથમ પોલીસ મથકનામાલખાનામાંથી 25 લાખની ચોરી થઈ હતી. જે બાદ સત્ય છૂપાવવા પકડાયેલા સફાઈ કામદારની કસ્ટડીમાં હત્યા ચોંકાવનારી છે! હત્યારા પોલીસ કર્મચારીઓ સામે કડકકાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખીય છે કે, જગદીશપુર પોલીસ સ્ટેશનના માલખાનામાં ચોરીના કેસમાં અરુણને પોલીસે કસ્ટડીમાં લીધો હતો, જેનું મૃત્યુ થયું હતું. અરુણનામૃત્યુ બાદ સગા સંબંધીઓ વિરોધ કરી રહ્યા છે.

English summary
Politics has begun in the case of the death of Arun Valmiki, a scavenger allegedly in police custody in Agra, Uttar Pradesh. Congress general secretary Priyanka Gandhi Vadra, who was on her way to Agra to meet the victim's family, was stopped on the Yamuna Expressway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X