Arunachal Pradesh Earthquake : અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપ, ભયનો માહોલ

Arunachal Pradesh Earthquake : અરુણાચલ પ્રદેશના તવાંગમાં પ્રદેશમાં ભૂકંપને કારણે ધરા ધ્રુજી હતી. મળતી માહિતી મુજબ અરુણાચલના તવાંગમાં શનિવારની સવારે 6 કલાક 56 મીનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી.

અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, અરુણાચલ પ્રદેશના તવાંગમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.3 હતી. આ ભૂકંપ 22 જુલાઈની સવારે 06:56:08 કલાકે આવ્યો હતો. જે 27.44 અક્ષાંશ અને 92.51 કિમી લંબાઈ અને 5 કિમી ઊંડાઈમાં હતો.

Arunachal Pradesh Earthquake

ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નોડલ એજન્સી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 22 મેના રોજ અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે 8.15 કલાકે ચાંગલાંગથી લગભગ 86 કિમી દક્ષિણ પૂર્વમાં અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ-અલગ રાજ્યોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારના રોજ જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.

ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ સવારે 4.09 કલાકે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

NCS એ ટ્વિટ કર્યું કે, ભૂકંપની તીવ્રતા : 4.4 21-07-2023 ના રોજ 04:09:38 IST, અક્ષાંશ: 26.88 અને રેખાંશ: 75.70, ઊંડાઈ: 10 કિમી, સ્થાન: જયપુર, રાજસ્થાન, ભારત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X